વડોદરાની સયાજી હોસ્પીટલના કોવિડ સેન્ટરમાં પણ ધમણ વેન્ટીલેટરના કારણે જ આગ લાગી હતી

25 December 2020 07:05 PM
Vadodara Gujarat
  • વડોદરાની સયાજી હોસ્પીટલના કોવિડ સેન્ટરમાં
પણ ધમણ વેન્ટીલેટરના કારણે જ આગ લાગી હતી

હવે જયાં ‘ધમણ’નો ઉપયોગ થાય છે ત્યાં તપાસની તૈયારી: 100 દિવસથી વધુની તપાસ બાદ સ્પષ્ટ તારણ: પ્રારંભે જ વિવાદમાં સપડાયેલા જયોતિ સી.એન.સીના વેન્ટીલેટરની ગુણવતા મુદ્દે જ પ્રશ્ર્ન

રાજકોટ તા.25
ગુજરાતમાં કોરોના કાળના પ્રારંભમાં જ વિવાદમાં આવી ગયેલા ધમણ-વેન્ટીલેટરના કારણે જ વડોદરાની સયાજી હોસ્પીટલના કોવિડ સેન્ટરમાં આઈસીયુ યુનિટમાં આગ લાગી હતી. તેવા સતાવાર તપાસ રીપોર્ટની સાથે રાજયમાં અને દેશમાં જયાં આઈસીયુ સહીતનાં હોસ્પીટલનાં અત્યંત મહત્વનાં સારવાર ક્ષેત્રમાં આ પ્રકારે ધમણ વેન્ટીલેટરનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં પણ દર્દીઓની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે.


ગત તા.8 સપ્ટેમ્બરનાં રોજ સયાજી હોસ્પીટલનાં કોવિડ આઈસીયુમાં જે આગ લાગી હતી તેની રાજય સરકારે કરાવેલી તપાસમાં ધમણ વેન્ટીલેટરમાં કોઈ ટેકનીકલ ફોલ્ટથી આગ લાગી અને તે પ્રસરી ગઈ હતી જેના કારણે અનેક દર્દીઓનાં જીવન પર જોખમ સર્જાયુ હતું પણ સદનસીબે હોસ્પીટલ સ્ટાફ તથા ફાયર બ્રિગેડે તાત્કાલીક કાર્યવાહી કરી તમામને સલામત કરાયા હતા. જેમાં તપાસ રીપોર્ટમાં ધમણ વેન્ટીલેટરના સ્પાર્કથી આ આગ સર્જાઈ હોવાનું સતાવાર બહાર આવ્યું છે.


રાજકોટની જયોતિ સીએનસી કંપની દ્વારા આ વેન્ટીલેટર-બનાવાયા છે અને રાજય સરકારને પુરા પાડવામાં આવ્યા છે પણ બાદમાં તેના દર્દીને યોગ્ય સપોર્ટ આપવા મુદ્દે પણ પ્રશ્ર્નો સર્જાયા હતા અને રાજયમાં કોવિડ કાળમાં જે હોસ્પીટલમાં આગની ઘટનાઓ બની છે ત્યાં પણ ધમણની ભૂમિકા સામે પ્રશ્ર્ન સર્જાયા હતા. જોકે તેની તપાસ ચાલુ છે અને તેઓ સત્ય બહાર લાવશે.વડોદરાની આગમાં ધમણ વેન્ટીલેટર સંપૂર્ણ સળગી ગયુ હતું તેનું વાયરીંગ પણ નાશ પામ્યુ હતું. જે આ વેન્ટીલેટરની ગુણવતા સામે પ્રશ્નો ઉભા કરી ગયુ છે.


Related News

Loading...
Advertisement