AIIMS રાજકોટ ખાતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશનનો ઈ-શુભારંભ કરાશે : પ્રથમ વર્ષની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ

19 December 2020 11:05 PM
Rajkot Government Gujarat
  • AIIMS રાજકોટ ખાતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશનનો ઈ-શુભારંભ કરાશે : પ્રથમ વર્ષની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ
  • AIIMS રાજકોટ ખાતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશનનો ઈ-શુભારંભ કરાશે : પ્રથમ વર્ષની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ

કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી જોડાશે

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૨૧ ડિસેમ્બર સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ-શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે. જ્યારે રાજકોટથી સાંસદો, AIIMS રાજકોટના ડાયરેક્ટર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ જોડાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ જોડાશે. હાલમાં હંગામી રીતે AIIMS રાજકોટને PDU મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટના કેમ્પસમાં શરૂ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement