ભાવનગરમાં આજે કોરોનાના નવા ૨૫ કેસ, સંક્રમિતોની કુલ સંખ્યા ૫૩૦૦ને પાર

04 December 2020 08:25 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૨૫ કેસ, સંક્રમિતોની કુલ સંખ્યા ૫૩૦૦ને પાર

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ દર્દી સાજા થયા, જિલ્લામાં નોંધાયેલા ૫,૩૦૫ કેસ પૈકી હાલ ૮૧ દર્દીઓ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૪
ભાવનગરમાં આજે ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૩૦૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોરના સોનગઢ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩ તથા મહુવાના નેસવડ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૭ કોરોના દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૩૦૫ કેસ પૈકી હાલ ૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૧૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement