રાજકોટઃ
ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોની સંખ્યા તો વધી જ છે. સાથે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. ગઈકાલે 1540 કેસ સપાટી પર આવ્યા હતા અને 13 દર્દીના મોત થયા હતા આજે પણ 1500થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1510 કેસો નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી એકલા અમદાવાદમાં 13 દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે. જોકે આજે 1627 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.
રાજ્યમાં કુલ 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 14686 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4049 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 215819 પર પહોંચ્યો છે.
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 322,
સુરત 249,
વડોદરા 174,
રાજકોટ 143,
ગાંધીનગર 72,
મહેસાણા 64,
જામનગર 51,
બનાસકાંઠા 46,
પાટણ 36,
ખેડા 32,
પંચમહાલ 29,
સાબરકાંઠા 29,
જૂનાગઢ 28,
ભાવનગર 25,
મોરબી 22,
ભરૂચ 21,
અમરેલી 19,
દાહોદ 19,
સુરેન્દ્રનગર 19,
કચ્છ 18,
મહિસાગર 18,
છોટા ઉદેપુર 15,
અરવલ્લી 12,
આણંદ 10,
નર્મદા 9,
ગીર સોમનાથ 8,
દેવભૂમિ દ્વારકા 6,
પોરબંદર 5,
બોટાદ 4,
નવસારી 3,
તાપી 1.