દિલ્હીમાં ઘુમ્મસની ચાદર પથરાઈ

04 December 2020 06:44 PM
India
  • દિલ્હીમાં ઘુમ્મસની ચાદર પથરાઈ

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર ઉતરાખંડમાં સતત બરફ વર્ષા

નવી દિલ્હી તા.4
દેશમાં વધતી ઠંડી દરમ્યાન આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવારે ઘુમ્મસની ચાદર પથરાઈ હતી, બુરાડી વિસ્તારમાં છવાયેલા ઘુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.બીજી બાજુ હવામાન શુષ્ક હોવા અને શીત લહેરમાં કમી હોવાને લઈને મોટાભાગના મેદાની વિસ્તારોમાં તાપમાન વધ્યું છે. હિમાંચલ પ્રદેશ, ઉતરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે તો દક્ષિણમાં નિવાર વાવાઝોડા બાદ બુરેવી વાવાઝોડાને લઈને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. આ વાવાઝોડાને લઈને તામિલનાડુ અને કેરલમાં એલર્ટ પણ જાહેર કરાયુ છે.હવામાન વિભાગ અનુસાર આજે બુરેવી વાવાઝોડું 90 કિલોમીટરની ઝડપ પકડી શકે છે. જેથી દક્ષિણ તામિલનાડુના અનેક જિલ્લા અને કેરલના નજીકના જિલ્લાને અસર થઈ શકે છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે અનેક સ્થળો પર ભારે વરસાદની ચેતવણી આપી છે.


Related News

Loading...
Advertisement