પટણા તા.4
બિહારના રાજકારણમાં વિચિત્ર વળાંક આવ્યાં છે. બિહારમાં કાનૂન વ્યવસ્થા પર વિપક્ષોએ નહીં પણ સાથી પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલે સવાલ ઉઠાવ્યા છે, જેની હવે વિપક્ષ પણ બિહારમાં કાનૂન વ્યવસ્થા માટે આક્રમક બન્યો છે. તેમણે રાજયમાં પુર્વી ચંપારણ જિલ્લામાં પોતાના જ સાથી જેડીયુની નીતિશ સરકારમાં પુર્વી ચંપારણ જિલ્લામાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રકસૌલથી લઈને મોતિહારી સુધી સતત અપરાધો થઈ રહ્યા છે. મોતીહારી પોલીસ સ્ટેશન અક્ષમ પુરવાર થઈ રહ્યું છે. તેમણે આ સંદર્ભમાં સ્કસોલ હત્યાકાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. ભાજપના નેતાના આ બયાન પર હવે વિપક્ષોએ બિહારમાં કાયદાના રાજ મામલે નીતિશ સરકારને સવાલ કર્યા છે.