નવી દિલ્હી, તા.4
કોરોના બાદ હવે આવનારી વેક્સિને લઇને પણ દુનિયાના અનેક દેશોએ નિયમો બનાવવા શરૂ કર્યા છે, જેમાં વેક્સિન લગાવનારાઓને અનેક ફાયદાઓ પણ જાહેર કરાયા છે. તો કડક વલણ પણ અપનાવાયું છે જેથી વેક્સિન લગાવ્યા બાદ બીમારી જડથી નાશ પામે. જાપાન-અમેરિકા જેવા દેશોએ મફતમાં લોકોને રસી આપવા તૈયારી કરી છે.
એપ પર પ્રમાણ દેખાડવું પડશે
બ્રિટનમાં લોકોને રેસ્ટોરન્ટ, બાર, સિનેમા હોલ, મોલમાં પ્રવેશ પહેલા લોકોએ વેક્સિન લગાડયાનું પ્રમાણ બતાવવું પડશે. તેના માટે એક એપ તૈયાર કરાશે, જેમાં ગ્રીન સિગ્નલ દેખાયા બાદ જ પ્રવેશ મળશે. રશિયામાં કોવિડ બોનસ: રશિયાની સરકારે ડોકટર, નર્સ્કોને રસી લગાવવા પર 300થી લઇને 1000 ડોલરનું બોનસ જાહેર કર્યું છે. રસી ન લગાવનારે બોનસ નહીં મળે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કોવિ પાસપોર્ટ
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો. (આઇએટી) કોવિડ વેક્સિન લગાવનારાઓ માટે ડિઝીટલ પાસપોર્ટ તૈયાર કરી રહ્યું છે. જે યાત્રીએ કોરોના વેક્સિન લગાવી હશે તેની વિગત આ પાસપોર્ટમાં નોંધાશે જેથી યાત્રીને કોરન્ટાઇનથી મુક્તિ મળશે.
ભારતમાં બધાને રસીકરણ નહીં
ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) કહી ચૂક્યું છે કે ભારતમાં બધાને વેક્સિનની જરૂરત નથી.
રશિયામાં 1 લાખથી વધુ લોકોને કોરોના રસી આપી દેવાઈ
આફ્રિકામાં આગામી બે-ત્રણ વર્ષમાં 60 ટકા વસ્તીનું રસીકરણ જરૂરી
રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મરાશ્કોએ જણાવ્યું હતું કે દેશમાં એક લાખથી વધુને સ્પુતનીક કોરોના વેકસીન અપાઈ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને રસી અંગે જાણ કરી ત્યારે આ વાત કરી હતી. મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રસીના બારામાં જણાવ્યું હતું.
રશિયા પ્રથમ દેશ છે જેમણે 11 ઓગષ્ટે કોરોના રસી તૈયાર કર્યાનો દાવો કર્યો હતો. રશિયાએ પોતાના પ્રથમ ઉપગ્રહના નામ પરથી રસીને સ્પુતનીક-5 નામ આપ્યું છે. રશિયાની રસીનો વિકાસ રશિયાના ગામ લેવા નેશનલ રિસર્ચ સેન્ટરે કર્યો છે. આ રસીને 92 ટકા અસરકારક બતાવાઈ હતી.
દરમિયાન આફ્રિકામાં 60 ટકા વસ્તીને આગામી બે-ત્રણ વર્ષમાં કોરોનાની રસી આપવી જરૂરી પડશે. જો રસી આપવામાં ચાર-પાંચ વર્ષ લાગે તો દેશમાં સંક્રમણ વિકરાળ સ્વરૂપ પકડી શકે છે. આફ્રિકા ખંડમાં 1.3 અબજ લોકોને બે થી ત્રણ વર્ષમાં ડોઝની જરૂરત રહેશે.