વડાપ્રધાન મોદીના કચ્છના કાર્યક્રમને લઇ બપોર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક

04 December 2020 06:24 PM
Gujarat
  • વડાપ્રધાન મોદીના કચ્છના કાર્યક્રમને લઇ બપોર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક

તમામ પ્રધાનો-સચિવોની હાઇપાવર કમિટીની બેઠકમાં વિવિધ મુદાઓને લઇ તૈયારીઓની ચર્ચા થશે

ગાંધીનગર તા.4
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ફરી એકવખત ગુજરાત ની મુલાકાત કરવાના છે.ત્યારે તેમના આગામી 14 અને 15 ડિસેમ્બરે કચ્છ ઘોરડોના આયોજિત બે અલગ અલગ કાર્યક્રમો ના પગલે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે હાઈ પાવર કમિટી મળશે. જેમાં વડાપ્રધાન ના રાત્રી રોકાણ સહિત તેમની સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત આયોજીત કાર્યક્રમોની સમિક્ષા પણ કરવામાં આવશે.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત સરકારે કચ્છ ઘોરડો ખાતે આયોજિત અલગ-અલગ કાર્યક્રમોના ખાતમૂહરત માટે સમય માંગ્યો હતો. જેના પગલે આગામી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જોકે આયોજીત બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી ઘોરડો ટેન્ટ સિટીના દરબારી ટેન્ટ ખાતે રાત્રી રોકાણ કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમોની તૈયારીઓની સમિક્ષા આજે હાઇ પાવર કમિટીમાં કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ના આગામી ગુજરાત પ્રવાસને લઇને આજે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની હાઈ પાવર કમિટીની મહત્વની બેઠક મળશે જેમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા , સૌરભ પટેલ ,વાસણ આહીર હાજર રહેશે. જ્યારે વહીવટી તંત્રના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, સહિત પ્રવાસન વિભાગ , પાણી પુરવઠો ને ઉર્જા વિભાગના અધિકારીઓ પણ વિશેષ હાજર રહેશે.


તેનો ધંધો ખેતી તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના ઉદ્ઘાટન પ્રસંગે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત યોજનાઓ ના લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે આગામી 14 અને 15 ડિસેમ્બરે કચ્છના ધોરડો ખાતે આયોજિત ખાતમૂર્હત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે જેમાં કચ્છના માંડવી ખાતે ખારા પાણીને મીઠું કરવા માટેના ડિસેલીનેશન પ્લાન અને ખાવડામાં ખાનગી કંપનીના 30 હજાર મેગાવોટ સોલાર પ્લાન્ટ નું ખાતમુરત નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે જોકે સમગ્ર કાર્યક્રમ અંગે હાલ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નરેન્દ્ર ભાઈ મોદી 14 ડિસેમ્બરે જ કચ્છના ધોરડો ખાતે આવી પહોંચશે અને ત્યાં રાત્રે રોકાણ કરશે જ્યારે બીજા દિવસે આયોજિત વિધિવત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.


Related News

Loading...
Advertisement