સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજવા રાજય ચૂંટણીપંચ હરકતમાં : કલેકટરો પાસેથી વિગતો મંગાવાઇ

04 December 2020 06:23 PM
Gujarat
  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજવા રાજય ચૂંટણીપંચ હરકતમાં : કલેકટરો પાસેથી વિગતો મંગાવાઇ

ચૂંટણી ફરજનો સ્ટાફ : ફેસશિલ્ડ-માસ્ક-મતદાન મથકોમાં સુવિધા સહિતની વિવિધ મુદ્દે વિગતો આપવા સુચના

ગાંધીનગર તા.4
ગુજરાતમાં આવી રહેલી જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ઉપરાંત રાજકોટ શહેર જામનગર ,ભાવનગર, અમદાવાદ ,વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ કોરોના ના કારણે સંભવત: આગામી ફેબ્રુઆરી 2021 માં યોજવા માટેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે .તો બીજી તરફ રાજ્ય સરકાર પણ કોરોના હળવો થવાની રાહ જોઈ રહી છે. જોકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સામાન્ય ચૂંટણીઓની સમગ્ર તૈયારીઓ કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ જ કરવા માટે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી ઓ કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરને વિશેષ સુચના આપી છે.


ગુજરાતમાં સ્વરાજ્ય એકમોની ફેબ્રુઆરી 2021માં યોજાનારી સામાન્ય ચૂંટણી દરમિયાન કોરોના યથાવત રહે કે ન રહે પરંતુ ચૂંટણી લક્ષી કામગીરી અને તેમાં વપરાતી તમામ સાધન સામગ્રીથી સંક્રમણ ન ફેલાય તે માટે કટિબદ્ધ છે. ઉપરાંત આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ સમયસર વહીવટી તંત્રને ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી રાજય ચૂંટણી આયોગે અત્યાર થી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને આ માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલાકટરો અને રાજકોટ , જામનગર , ભાવનગર , અમદાવાદ ,સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરો ને સુચના આપી છે.


આગામી ફેબ્રુઆરી 2021 દરમિયાન યોજાનારી સામાન્ય ચૂંટણીઓની કામગીરી મા સંકળાયેલા કોઇપણ અધિકારી કે કર્મચારી કોરોના સંક્રમિત થાય નહીં તેમજ મતદાન અને મતગણતરી જેવા સમયે પણ કોરોનાનો સંક્રમણથી ફેલાય નહીં તે માટે તકેદારી રાખવા તેમજ ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓની આપણે દરમિયાન સંક્રમણ થાય નહીં તે હેતુથી ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે આદેશ કર્યા છે.


આગામી ફેબ્રુઆરી 2021 મા યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકો અને મતગણતરીના ઉપર પીપીઈ કીટ, થર્મલ ગન , ફેસ શિલ્ડ, થ્રિ લેયર અને ગ 95 માસ્ક, સેનેટાઇઝર સ્પ્રે, યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ , હાથ ધોવા માટે લોકવિડ શોપ , સહિતની તમામ આરોગ્યલક્ષી વસ્તુઓ ગુજરાત મેડિકલ કોર્પોરેશનલી. મારફતે જિલ્લા અને કોર્પોરેશન મથકો ઉપર પૂરી પાડવામાં આવશે ત્યારે જે તે જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોવિડ 19ની મહામારીને ધ્યાને રાખી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી સાથે ગાઈડલાઈન મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ માટે આજે જ રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓ કલેકટર તેમજ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો ને ચૂંટણી આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ પહેલાં સમયસર આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે આદેશ કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement