કંગનાને હવે અકાલીદળે ફટકારી કાનૂની નોટિસ

04 December 2020 06:19 PM
Entertainment
  • કંગનાને હવે અકાલીદળે ફટકારી કાનૂની નોટિસ

એકટ્રેસને બુઝુર્ગ દાદીનું અપમાન મોંઘુ પડયું

નવી દિલ્હી તા.4
બોલીવુડ એકટ્રેસ આજકાલ તેની ફિલ્મો કરતા વિવાદીત ટિપ્પણીઓને કારણે ખબરોમાં રહે છે. તેણે તાજેતરમાં દિલ્હીના ખેડૂત આંદોલનમાં સામેલ વૃદ્ધાને શાહીન બાગ આંદોલનની બિલ્કીશ દાદી કહેતા તેના પર પસ્તાળ પડી છે અને હવે તેને વધુ એક કાનૂની નોટિસ આ મામલે અકાલીદળે ફટકારી છે.


ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂત આંદોલનમાં સામેલ વૃદ્ધાને શાહીનબાગમાં સામેલ બિલ્કીશ બાનો કરી લખ્યું હતું- 100-100 રૂપિયામાં કોઈપણ આંદોલનમાં ભાગ લેવા તે ઉપલબ્ધ રહે છે.અકાલીદળના નેતા મનજિંદરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે અમે કંગનાની અપમાનજનક ટિપ્પણી સામે તેને લિગલ નોટીસ મોકલી છે. તેની ટવીટ ખેડૂતોને રાષ્ટ્ર વિરોધી જેવા દેખાડે છે, આ માટે બિન શરતી માફી તેણે માંગવી જોઈએ.


Related News

Loading...
Advertisement