કંગના અને દોસાંજના ફેન્સ ટવીટર પર ગાળાગાળી પર ઉતરી આવ્યા

04 December 2020 06:07 PM
Entertainment Top News
  • કંગના અને દોસાંજના ફેન્સ ટવીટર પર ગાળાગાળી પર ઉતરી આવ્યા

ટવીટરે એકશન ન લેતા આશ્ર્ચર્ય

નવી દિલ્હી તા.4
દિલ્હીમાં કિસાન આંદોલનને લઈને બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત અને એકટર દલજીત દોસાંજ વચ્ચેની ટવીટ વોરે હવે શરમજનક સ્વરૂપ પકડી લીધું છે, ત્યાં સુધી કે બન્નેના સમર્થકો ગાળાગાળી પર ઉતરી આવ્યા છે તેમ છતાં ટવીટરે હજુ સુધી આપતિજનક શબ્દો સામે કોઈ એકશન નથી લીધા. ઉલ્લેખનીય છે કે કંગનાએ દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સામેલ બુઝુર્ગ મહિલા સામે સોશ્યલ મીડીયામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના પગલે એકટર દલજિત દોસાંજ અને કંગના વચ્ચે ટવીટર વોર ફાટી નીકળી હતી.


Related News

Loading...
Advertisement