કેન્દ્ર સરકારનાં 50 લાખથી વધુ કર્મચારીઓનાં પગારમાં ટુંકમાં વધારો

04 December 2020 05:58 PM
India
  • કેન્દ્ર સરકારનાં 50 લાખથી વધુ કર્મચારીઓનાં પગારમાં ટુંકમાં વધારો

ચાલુ માસના અંતમાં સરકાર જાહેરાત કરે તેવી શકયતા

નવી દિલ્હી તા.4
કેન્દ્ર સરકારનાં જુદા-જુદા વિભાગોનાં 50 લાખ જેટલા કર્મચારીઓને ચાલુ માસ દરમ્યાન મોંઘવારી ભથ્થુ અને પગાર વધારાનો લાભ મળવાની શકયતાઓ દર્શાવાઇ છે અને સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરાશે.


કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને આ માસમાં પગારવધારો મળવાની શક્યતા હોવાના અહેવાલો તાજેતરમાં પ્રગટ થયા હતા. હાલ કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓ છે. એ સૌને લાભ મળવાની શક્યતા છે.


આ માસની આખર સુધીમાં સરકાર જાહેરાત કરે એવી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકાર આગામી પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેશે એમ જાણવા મળ્યું છે. સાતમા પગાર પંચે કરેલી કેટલીક ભલામણોનો અમલ થશે. ખાસ કરીને રેલવેના નોન-ગેઝેટેડ કર્માચારીઓના પગારમાં રૂપિયા 21 હજારનો વધારો થવાની શક્યતા હતી.


એક અહેવાલ મુજબ મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરીને પગારમાં વધારો આપે એવી પણ શક્યતા હતી. ઓલ ઇન્ડિયા રેલવે મેસ ફેડરેશનના નોન ગેઝેટેડ કર્મચારીઓની લાંબા સમયની પ્રમોશનની માગ હતી. એ પણ સ્વીકારાય અને પ્રમોશન અપાય એમ લાગી રહ્યું હતું.


નોનગેઝેટેડ મેડિકલ કર્મચારીઓના પગારમાં સીધો પાંચ હજારનો વધારો થવાની શક્યતા છે. એમના હાઉસ રેન્ટ એલાવન્સ, મોંઘવારી ભત્તું વગેરેમાં પણ વધારો થશે.


Related News

Loading...
Advertisement