નવી દિલ્હી તા.4
ભારતીય નૌકાદળના નૌસેના દિન નિમિતે વડાપ્રધાન મોદીએ નૌસેનાને સલામ કરીને જણાવ્યું હતું કે અમને તમારા પર ગૌરવ છે, તમે દેશના તમામ કિનારાનું પૂરી સમર્પણતાથી રક્ષણ કરી રહ્યા છે.આ તકે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ગૃહપ્રધાન અમિત શાહે પણ નૌસેનાને બિરદાવી હતી. રાજનાથસિંહે જણાવ્યું હતું કે હું આપની વીરતા, સાહસિકતા, વ્યાવસાયિકતાને સલામ કરું છું.અમિત શાહે નૌકાદળના તમામ કર્મચારી આ અને તેમના પરિવારજનોને મુબારકબાદી પાઠવી હતી. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં નૌકાદળે કરેલી કામગીરીને યાદ કરી હતી.