ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ત્રીજા તબકકાની ટ્રાયલ માટે મંજુરી મળી

04 December 2020 05:48 PM
Ahmedabad Gujarat
  • ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ત્રીજા તબકકાની ટ્રાયલ માટે મંજુરી મળી

બીજા તબકકાના પરિક્ષણમાં 95 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા

અમદાવાદ તા.4
ઝાયડસ કેડિલાની કોરોના વેકસીન પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-2બીના ત્રીજા તબકકાના ટ્રાયલ શરુ કરવાની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાએ મંજુરી આપી છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે કલીનીકસ ટ્રાયલમાં તેની બાયોલોજીકલ થેરાપી પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-2બી પેગી હેપ કોવિડ-19ના દર્દીઓ પર ટુંક સમયમાં પરીક્ષણ શરૂ કરશે. કંપનીએ એવો દાવો કર્યો છે કે બીજા તબકકાના ટ્રાયલમાં 95 ટકા દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા. ભારતની સાથે આ વેકસીનનું મેકસીકોમાં પણ ટ્રાયલ થઈ રહ્યું છે. આ રસી રોગની તીવ્રતા ઘટાડે છે.


Related News

Loading...
Advertisement