સોલાપુર (મહારાષ્ટ્ર), તા.4
અહીંની પ્રાથમિક શાળાના એક શિક્ષક રણજીતસિંઘને જાણે જેકપોટ લાગ્યો છે તેને વિશ્વ કક્ષાનો ગ્લોબલ ટીચર પુરસ્કાર મળ્યો છે, આ પુરસ્કાર અંતર્ગત શિક્ષકને અધધધ 7 કરોડ રૂપિયાની માતબર રકમ મળશે.મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ શિક્ષક રણજીતસિંઘને અભિનંદન આપ્યા છે. યુનેસ્કોના લંડન સ્થિત વાર્કી ફાઉન્ડેશને ગ્લોબલ ટીચર પુરસ્કારની ગુરુવારે જાહેરાત કરી હતી.કન્યા શિક્ષણ અને કવીક રિસ્પોન્સ પાઠય પુસ્તક ક્રાંતિને વેગવાન બનાવવા રણજીતસિંઘને આ પુરસ્કાર જાહેર કરાયો છે. તેમના શિક્ષણ ક્ષેત્રમાં માતબર પ્રદાનની નોંધ લેવાઇ છે.