2021નો એશિયા કપ શ્રીલંકામાં રમાશે

04 December 2020 05:42 PM
Sports
  • 2021નો એશિયા કપ શ્રીલંકામાં રમાશે

2022માં પાકિસ્તાનમાં રમાશે: પી.સી.બી.ના અધ્યક્ષે આપી જાણકારી

નવી દિલ્હી, તા.4
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પી.સી.બી.)ના અધ્યક્ષ વસિમ ખાનએ એક જાહેરાત કરતા જણાવ્યું છે કે 2021ની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે શ્રીલંકામાં રમાશે જ્યારે વર્ષ 2022ની ટુર્નામેન્ટના અધિકાર પાકિસ્તાન પાસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ 2020નો એશિયા કપ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાવાનો હતો. પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આયોજીત થઇ શકયો ન હતો તેમજ ઓસ્ટ્રેલિયામાં આયોજીત ટી-20 વર્લ્ડ કપને પણ 2021 સુધી ટાળી દેવામાં આવેલ હતો.

દરમિયાન વસિમ ખાને જણાવેલ હતું કે, આગલા એશિયા કપની મેજબાની શ્રીલંકા પાસે છે જે હવે જુન માસમાં રમાશે.


Related News

Loading...
Advertisement