10 કલાક બેટિંગ કરી વિલિયમ્સને ફટકાર્યા 251 રન: અનેક રેકોર્ડ તૂટ્યા

04 December 2020 05:41 PM
Sports
  • 10 કલાક બેટિંગ કરી વિલિયમ્સને ફટકાર્યા 251 રન: અનેક રેકોર્ડ તૂટ્યા

ન્યુઝીલેન્ડે બનાવ્યા 519 રન: વેસ્ટ ઈન્ડિઝના બોલરોની હાલત કફોડી

મુંબઈ, તા.4
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 251 રનની ઈનિંગ રમી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. હેમિલ્ટન ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડે પોતાની પ્રથમ ઈનિંગ 519 રને ડિકલેર કરી છે. જવાબમાં દિવસની રમત પૂરી થત્તા સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે વિના વિકેટે 49 રન બનાવ્યા છે. માત્ર બે દિવસની રમતમાં જ વિલિયમસને અનેક રેકોર્ડ બનાવી નાખ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં વિલિયમસનનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં તેણે વર્ષ 2015માં શ્રીલંકા વિરુદ્ધ 242 રનની ઈનિંગ રમી હતી. આ તેની ત્રીજી ડબલ સદી હતી. કેન વિલિયમસને ન્યુઝીલેન્ડનો નવમો એવો બેટસમેન છે જેણે 250થી વધુ રનની ઈનિંગ રમી છે. સ્ટિફન ફ્લેમિંગે આ પહેલાં બે વખત 250થી વધુનો સ્કોર બનાવ્યો હતો. હેમિલ્ટના સીડન પાર્ક મેદાન પર પાછલી 10 ઈનિંગમાં વિલિયમસને 144.14 રનની સરેરાશથી રન બનાવ્યા છે.

આ દરમિયાન તેણે 108 અણનમ, 176, 200 અણનમ, 104 અણનમ અને 251 રનની ઈનિંગ રમી છે. આવું બીજી વખત બન્યું છે જ્યારે વિલિયમસને 10 કલાકથી વધુ બેટિંગ કરી છે. વિલિયમસને આ ઈનિંગ દરમિયાન 624 મિનિટ સુધી બેટિંગ કરી છે. આ પહેલાં તેણે શ્રીલંકા વિરુદ્ધ 623 મિનિટ સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે 242 રનની અણનમ ઈનિંગ રમી હતી.


Related News

Loading...
Advertisement