જાલના તા.4
મહારાષ્ટ્રના જાલના વિસ્તારમાં હેલ્થ વર્કસની ચેતવણી અવગણી 200થી વધુ લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થતા 66 જેટલા લોકો કોરોના સંક્રમીત થયા હતા.આ લોકોના ટેસ્ટ દરમિયાન 66 લોકો કોરોના પોઝીટીવ થયા હતા. જાલના તાલુકાના ખાનપુરી ગામની વસ્તી 1700 લોકોની છે. અહીં 25 નવેમ્બરે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેની સ્મશાન યાત્રામાં સમજાવટ છતાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહોતું થયું. 200થી વધુ લોકો જોડાયા હતા. બાદમાં તેમાંથી 66 લોકો સંક્રમીત થયા હતા.સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 323થી વધુ લોકોના મોત થયા છે.