રોનાલ્ડોએ કર્યો કરીઅરનો 750મો ગોલ, આગામી લક્ષ્ય 800 ગોલ

04 December 2020 05:07 PM
Sports
  • રોનાલ્ડોએ કર્યો કરીઅરનો 750મો ગોલ, આગામી લક્ષ્ય 800 ગોલ

તુરીન તા.4
વર્તમાન સમયના દિગ્ગજ ફુટબોલરોમાંના એક ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ યુવેન્ટસ અને ડાયનામો કીવ સામેની મેચમાં પોતાની ફુટબોલ કરીઅરનો 750મો ગોલ કર્યો હતો. યુવેન્ટસે આ મેચ 3-0થી પોતાને નામે કરી લીધી હતી.
પોતાનો 750મો ગોલ થયો હોવાનો રાજીપો રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો દ્વારા શેર કર્યો હતો. એની સાથે તેણે લખ્યું કે 750 ગોલ, 750 ખુશીની પળો, 750 વખત તમારા ચાહકોના મોઢા પર સ્માઈલ, મને આ સ્તરે પહોંચાડવા બદલ દરેક પ્લેયર્સ અને કોચનો ખૂબ-ખૂબ આભાર. મારા વિપક્ષોનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે મને દરરોજ વધારે મહેનત કરવા માટે પ્રેરણા આપી હતી. હવે પછીનો ટાર્ગેટ 800 ગોલ.’


Related News

Loading...
Advertisement