ગુડ ન્યુઝ! ભારતમાં કોરોના વેકસીન તૈયાર થવાના આરે: મોદી

04 December 2020 04:15 PM
India
  • ગુડ ન્યુઝ! ભારતમાં કોરોના વેકસીન તૈયાર થવાના આરે: મોદી

સમગ્ર દુનિયાની નજર સસ્તી અને સુરક્ષિત વેકસીન પર છે : વધુ રાહ જોવી નહીં પડે, થોડા સપ્તાહમાં વેકસીન મળી જશે: તજજ્ઞોની લીલીઝંડી મળતા જ રસીકરણ કાર્યક્રમ: ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ખાસ સોફટવેર બનાવાયો: તમામ મુદે રાજયો સાથે સંકલન: સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીની ઘોષણા

નવી દિલ્હી તા.4
કોરોના વાઈરસ સામે ઝઝુમતી દુનિયાની નજર સસ્તી અને સુરક્ષિત વેકસીન પર તકાયેલી છે. ભારતમાં થોડા સપ્તાહમાં રસી ઉપલબ્ધ બનશે અને તે સાથે જ રસીકરણનો કાર્યક્રમ શરુ કરી દેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે વિશ્ર્વની નજર સસ્તી અને સુરક્ષિત રસી પર છે. કોરોના વેકસીન માટે હવે બહુ રાહ જોવાની જરૂર નથી. થોડા સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્ર્વાસ છે. દુનિયાની નજર ભારત પર પણ છે. નિષ્ણાંતો વેકસીનને લીલીઝંડી આપી દયે તે સાથે રસીકરણનો કાર્યક્રમ શરુ કરી દેવામાં આવશે.ભારતમાં કોરોના વેકસીન સંબંધી સ્ટેટસ વિશે તેઓએ કહ્યું કે ભારતની ત્રણ અલગ-અલગ વેકસીનનું ટ્રાયલ અલગ તબકકામાં થયું છે.


રસીકરણનો કાર્યક્રમ શરુ થઈ ગયા બાદ પ્રથમ તબકકામાં કોને આપવી તે વિશે કેન્દ્ર સરકાર રાજયોના સૂચનોની સમીક્ષા કરી રહ્યું છે. હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તથા વૃદ્ધોને પ્રાથમીકતા આપવા આવશે.
વડાપ્રધાને કહ્યું કે વેકસીનના વિતરણ માટે કેન્દ્ર તથા રાજયોની ટીમો સંકલન કરી રહી છે. અન્ય દશોની તુલનાએ શ્રેષ્ઠ નેટવર્ક છે. કોલ્ડ ચેનને મજબૂત કરવાના પ્રયત્નો વચ્ચે ખાસ સોફટવેર વિકસાવવામાં આવ્યું છે તેમાં કોરોના વેકસીનના લાભાર્થીની વેકસીન સાથે જોડાયેલી રીયલ ટાઈમ માહિતી મળશે. વેકસીન અભિયાનનો હવાલો નિષ્ણાંત જુથને આપવામાં આવ્યો છે જે રાજયો સાથે સંકલન કરે છે.


તેઓએ કહ્યું કે ભારતીયો ઉપરાંત અન્ય દેશોની મદદ કરવા માટે પણ ભારતે કામગીરી કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં શંકા-આશંકાનો માહોલ હતો તે હવે વિશ્ર્વાસ-આશાઓના વાતાવરણમાં પરિવર્તિત થયો છે. વેકસીન તૈયાર થવાને આરે છે ત્યારે જનભાગીદારી-સહયોગ જરૂરી છે. તમામ પક્ષો-સાથીઓના સૂચન પણ મહત્વની ભૂમિકામાં હશે. અનેક અફવાઓનો ફેલાવો છે તે જનહિતની વિરુદ્ધ છે અને તમામ પક્ષોએ નાગરિકોને અફવાથી બચાવવા જરૂરી બનશે.


સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહમંત્રી અમીત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, આરોગ્યમંત્રી હર્ષવર્ધન, કોંગ્રેસના અધીરરંજન ચૌધરી, ગુલામનબી આઝાદ વગેરે બેઠકમાં સામેલ થયા હતા.


Related News

Loading...
Advertisement