સોનાની જેમ ખાદ્યતેલોની ‘બારોબાર’ આયાત

04 December 2020 04:12 PM
India Top News
  • સોનાની જેમ ખાદ્યતેલોની ‘બારોબાર’ આયાત

આયાત જકાત ચોરીના ઇરાદે નેપાળથી મોટાપાયે માલ ઘુસાડાય છે: કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાયું

અમદાવાદ, તા.4
સોનાની જેમ ખાદ્યતેલોની બારોબાર આયાત થઇ રહી છે દેશમાં ખાદ્યતેલની આયાત ડયુટીમાં તાજેતરમાં ઘટાડો થયા બાદ તેલીબીયા સંસ્થા સોલવન એકસ ટ્રેકટર્સ એસો. ઓફ ઇન્ડિયાએ સાફટા કરાર હેઠળ નેપાળથી ગેરકાયદેસર મલેશિયા ઇન્ડોનેશિયાનું તેલ આયાત થતું હોય તેને અટકાવવા કેન્દ્રીય વાણિજય મંગલમને પત્ર પાઠવી ધ્યાન દોર્યું છે. સરકારે 2011 સાફટા કરાર હેઠળ નેપાળ અને બાંગ્લાદેશથી સોયાતેલ અને પામતેલની ઝીરો ટકા ડયુટી સાથે આયાત કરવાની છૂટ આપી હતી એવું માનવામાં આવે છે કે નેપાળમાં ખાદ્યતેલ ખાસ ઉત્પાદિત થતું નથી પરંતુ મલેશિયા અને ઇન્ડોનેશિયાનું તેલ રિ-બ્રાન્ડીંગ કરીને નેપાળના તેલ તરીકે ભારતમાં આયાત થઇ રહ્યું છે. જુલાઇ 2019થી જુન 2020 દરમિયાન ક્રૂડ સોયાતેલની 1.99 લાખ ટન પામતેલની 2.36 લાખ ટન અને સનફલાવર તેલની એક લાખ ટનની આયાત થઇ છે જેની સામે નિકાસ રિફાઇન સોયાતેલની 94 હજાર ટન અને રિફાઇન પામતેલની 1.69 લાખ ટનની નિકાસ થઇ હતી. સાફટા કરાર હેઠળ ફ્રી ડયુટીના પગલે ભારતીય રિફાઇનરીઓને મોટી અસર થતી હોય સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવી માંગણી એસો.એ ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement