દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36594 કેસ, 540 દર્દીના મૃત્યુ

04 December 2020 04:09 PM
India
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36594 કેસ, 540 દર્દીના મૃત્યુ

કોરોનાનો કહેર યથાવત:દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 95,71,559, કુલ મૃત્યુ પામનારાઓની સંખ્યા 1,39,188

નવી દિલ્હી, તા.4
ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઉતાર-ચડાવ સતત ચાલુ છે, ગુરુવારે જ્યારે બુધવારની તુલનામાં દૈનિક કેસમાં કમી આવતી હતી ત્યારે આજે શુક્રવારે તેમાં વધારો થયો હતો.ગુરુવારે 35,551 કોરોના કેસ રિપોર્ટ થયા હતા જ્યારે આજે કોરોનાના 36,594 નવા કેસ બહાર આવ્યા હતા, આ સાથે જ દેશમાં સક્રમણના કેસ વધીને 95,71,559 થઇ ગયા છે જેમાં 90,16,289 લાખ લોકો સંક્રમણથી મુક્ત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે આઠ વાગ્યે જાહેર અદ્યતન આંકડા દેશમાં આજે કોરોનાથી મોતના 540 આંકડા નોંધાયા છે, આ સાથે દેશમાં કુલ મૃતક સંખ્યા 1,39,188 થઇ ગઇ છે. દેશમાં હાલ 4,16,082 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement