ખેડુત વિરોધી કાયદા રદ કરવા જામનગરમાં કોંગ્રેસે આવેદન આપ્યું

04 December 2020 04:01 PM
Jamnagar
  • ખેડુત વિરોધી કાયદા રદ કરવા જામનગરમાં કોંગ્રેસે આવેદન આપ્યું
  • ખેડુત વિરોધી કાયદા રદ કરવા જામનગરમાં કોંગ્રેસે આવેદન આપ્યું

જામનગર તા.4:
ખેડૂત વિરોધી કાયદા સામે દિલ્હીમાં કિશાનોની 28 જેટલી સંસ્થા દ્વારા ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરાયા બાદ આજે કોંગ્રેસ દ્વારા જામનગરમાં પણ દેખાવ કરી રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર આપવામાં આવ્યું તું. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવા અનુરોધ કર્યો છે.

કોંગ્રેસ આવેદનપત્રમાં મહામહિમ રાષ્ટ્રપતિનું ધ્યાન ખેંચ્યું છે કે કેન્દ્ર સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિશાન અને ખેતમજુરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મુડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજયકીય પક્ષોની માંગણીને ધરાર ફગાવી દઇને મોદી સરકારે દેશના 62 કરોડ કિશાનો-ખેતમુજરોની જિંદગી સાથે સંકાળયેલા આ કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિશાનો, ખેતમજુરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ-વંટોળ ભભુકી ઉઠયો છે.

આજે દેશભરમાં 62 કરોડ કિશાનો, મજુરો અને 250થી વધુ કિશાન સંગઠનો કાળા કાયદામાં પરિણમેલ ત્રણ વિધેયકો (1) કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ)વિધેયક 2020, (2) કિશાન (સશકિતકરણ અને સંરક્ષણ)કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરારવિધેયક-2020 અને આવ્શયક ચીજ વસ્તુઓ (સુધાર)વિધેયક-2020નો ચોમેરથી નીચે દર્શાવેલા વાસ્તવિક આધારે વિરોધ કરી રહ્યા છે.

કૃષિ અને બજારો બંધારણના 7માં શેડયુલ હેઠળ રાજય સરકારોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પરંતુ મોદી સરકારે આ મુદે રાજય સરકારોને વિશ્ર્વાસમાં લેવાનુંમુનાસિબ માન્યું નથી. આમ આ પગલું સંવૈધાનિક જોગવાઇના બેફામ ઉલ્લંઘન સમાન છે. અન્નદાતા ખેડૂતો અને ખેતમજુરો મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે અવસરમાં પલટી નાખવાની મોદી સરકારનીયઆ ઘૃણાસ્પદ સાજિશને કયારેય ભુલશે નહીં.

જયારે દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર હજારો ખેડૂતો એકઠા થયેલા છે અને સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર તફરથી વાતચીતનો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે. ખેડૂતો પાકિસ્તાની નથી. સરકાર તેમની સાથે ચર્ચા કરે. દેશનું કમનસીબ છે કે ખેડૂતોને આંદોલન કરવું પડી રહ્યું છે. ખેડૂતો પર કડકડતી ઠંડીમાં વોટર કેનન ચલાવવાના કે બેરીકેડથી લઇને સિમેન્ટના મોટા મોટા ગર્ડરો દ્વારા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવાના ભાજપની અત્યાચારી પગલા અંગ્રેજોના શાસનને પણ શરમાવે તેવા છે અને ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો બોલતો પુરાવો છે.

હરિણામાં તો ભાજપની સરકારે ખેડૂતો સાથે રાયોટીંગ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાઓ દાખલ કરવાના હિન પગલા લીધા છે. સાથે સાજે ખેડૂતોના સંગઠનને આંતકવાદી સંગઠન ચીતરવાનો નિષ્ફળ રહેલો ભાજપનો પ્રયાસ પણ નિંદનીય છે. ઉપરાંત ખેડૂતોના સંગઠનમાં ભેદભાવો પેદા કરી તેને તોડવાના નિરર્થક પ્રયાસો પણ ભાજપે કર્યા છે. આમ કોંગ્રેસ ઉપરોકત વાસ્તવિક હકિકતોને લક્ષમાં લઇને મહામહિમ રાષ્ટ્રપતિને આ બાબતમાં દરમ્યાનગીરી કરવા અને કાળા કાયદામાં પરિણમેલા આ કૃષિ સંબંધિત વિધેયકોને તત્કાળ પાછા ખેંચીને રદ કરવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા અનુરોધ કર્યો છે.


Loading...
Advertisement