જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બેંગલોરનું નામ મળ્યું

04 December 2020 01:39 PM
Off-beat
  • જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બેંગલોરનું નામ મળ્યું

બેંગલોર,તા. 4
કર્ણાટકના દખ્ખણના મેદાન પ્રદેશમાં જમીન અને પાણી બંને જગ્યાએ વસતા દ્વિચર પશુ-પક્ષી, જીવ-જંતુઓનું ડોક્યુમેન્ટેશન કરતા જીવશાસ્ત્રીઓને દેડકાની નવી પ્રજાતિ મળી છે. એ જાતિના દેડકા જમીનમાં દર ખોદીને રહે છે. ડોક્યુમેન્ટેશન કરતા જીવશાસ્ત્રીઓએ દેડકાની એ જાતિને સ્ફારોયેકા બેન્ગલોર નામ આપ્યું છે. જંગલ સિવાયના ભાગમાં ફરતા દેડકાની જાતિના ડોક્યુમેન્ટેશનમાં સૌનું ધ્યાન દોરાય એ માટે એને એક શહેરનું નામ અપાયું છે. બેન્ગલોરની માઉન્ટ કાર્મેલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર દીપક પી. પુણેસ્થિત ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયાના કે.પી. દિનેશ, ફ્રાન્સની ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્ટમેટિક્સ ઇવેલ્યુશન, બાયો ડાયવર્સિટી નેશનલ મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટરીના ડો. એનામેરી ઓહલર, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના સેન્ટર ફોર ઇકોલોજિકલ સાયન્સીસના કાર્તિક શંકર, કાલિકટ સ્થિત ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના વૈજ્ઞાનિક બી.એચ. ચન્નકેશવમૂર્તિ તેમજ મૈસૂરની યુવરાજા કોલેજનાં પ્રાધ્યાપિકા જે.એસ. આશાદેવી આ ડોક્યુમેન્ટેશન ટીમમાં સામેલ હતાં. સાપ કે ઉંદરની જેમ દરમાં રહેતા દેડકા દીપક પીની નજરે ચડયા હતાં.


Related News

Loading...
Advertisement