મેરડોનાને શ્રધ્ધાંજલિ આપવાનું મેસીને પડયું ભારે, લાગ્યો 600 યુરોનો દંડ

04 December 2020 01:36 PM
Sports
  • મેરડોનાને શ્રધ્ધાંજલિ આપવાનું મેસીને પડયું ભારે, લાગ્યો 600 યુરોનો દંડ

બાર્સેલોના : ફુટબોલ જગતના સ્વર્ગસ્થ દિગ્ગજ પ્લેયર ડિએગો મેરડોનાને શ્રધ્ધાંજલિ આપવા લિઓનેલ મેસીએ રવિવારે સ્પેનિશ લીગમાં રમાયેલી એક લીગ દરમ્યાન પોતાની જર્સી ઉતારી દીધી હતી. તેની આ પ્રકારની હકતને લીધે નિયમનું ઉલ્લંઘન થતાં સ્પેનિશ સોકર ફેડરેશને મેસીને 600 યુરો (7ર0 ડોલર એટલે અંદાજે પર000 રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. રવિવારે બાર્સેલોના અને ઓસાસુ વચ્ચે રમાયેલી મેચ બાદ ફેડરેશને આ દંડ ફટકાર્યોહતો. બાર્સેલોનાએ આ મેચ 4-0થી જીતી લીધી હતી. મેસીએ ગોલ કર્યા બાદ બોર્સેલોનાની જર્સી ઉતારીને મેરડોનાની જુની કલબ નેવેલ્સ ઓલ્ડ બોયઝની જર્સી પહેરી હતી અને હવામાં હાથ ઉઠાવીને કીસ કરી હતી. આ ઘટના બાદ મેસીએ એ જ જર્સીવાળા મેરડોનાનો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ફેડરેશને બાર્સેલોના પર પણ 180 યુરોનો દંડ લગાડયો હતો.


Related News

Loading...
Advertisement