થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ

04 December 2020 01:33 PM
Entertainment
  • થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ
  • થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ

મુંબઈ : વિદ્યુત જામવાલ હાલમાં થર્ડ આઈ ટ્રેઇનિંગ લઇ રહ્યો છે તે માર્શલ આટર્સમાં એકદમ માહેર છે તેમજ ક્લારિપયટ્ટુની તે છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેઇનીંગ લઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર તેના નવા-નવા એક્સપરિમેન્ટ્સના વીડિયો ખુબ જ વાઈરલ થાય છે.
10 પીપલ યુ ડોન્ટ વોન્ટ ટુ મેસ વિથમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મેન વર્સસ વાઈલ્ડ માટે જાણીતા બેઅર ગ્રિલ્સની સાથે વિદ્યુત જામવાલનું નામ પણ એમાં જોડાયું છે. તે ઇન્ડીયાની એકમાત્ર એવી વ્યક્તિ છે જેનું નામ અત્યાર સુધી આ લિસ્ટમાં જોડાયું છે. તેણે હાલમાં જ યુટ્યુબ પર એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે કલારિપયટ્ટુની જે ટેકનિકનો ઉપયોગ કરી રહ્યો છે એ તેણે આ જ પહેલાં ક્યારેય નહોતી કરી.
આ વીડિયોની શરુઆતમાં વિદ્યુત તેની આંખ પર પીગળેલી મીણબતી નાખે છે અને ત્યારબાદ તે આંખ પર પટ્ટી બાંધી દે છે. ત્યારબાદ તે તલવાર અને ઢાલની મદદથી શાકભાજી કાપતો જોવા મળી રહ્યો છે. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિનો વિકાસ એ એક સતત પ્રક્રિયા છે. અને દરેકે સમયની સાથે એના પર ધ્યાન આપતાં રહેવું જોઇએ. કલારિપયટ્ટુનું કહેવું છે કે તમારુ દિમાગ કામ ન આપતું હોય તો તમારી આંખ બેકાર છે. આ કામ સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર હોય છે. હું ઘણા સમયથી આની ટ્રેઇનીંગ લઇ રહ્યો છું અને મારું સપનું છે કે હું એમાં સફળ થાઉં, સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપનાર દરેક વ્યક્તિ સાથે આ વીડિયો શેર કરવાની મને ખુશી છે પરંતુ હું લોકોને વિનંતી કરું છું કે એને ગુરુની દેખરેખમાં કરે અને એ માટે પહેલાં જરુરી ટ્રેઇનીંગ લે.


Related News

Loading...
Advertisement