સાત વર્ષની છોકરીએ ફૂડ એપ પર ઓર્ડર કર્યો, ટેક્નિકલ એરરને કારણે એક સાથે 42 પાર્સલ-ડિલિવરીમેન પહોંચ્યા

04 December 2020 01:28 PM
Off-beat
  • સાત વર્ષની છોકરીએ ફૂડ એપ પર ઓર્ડર કર્યો, ટેક્નિકલ એરરને કારણે એક સાથે 42 પાર્સલ-ડિલિવરીમેન પહોંચ્યા

ઇન્ટરનેટના ગોટાળાઓ તો લગભગ બધાએ અનુભવ્યા જ હશે. કોઇ ઓર્ડર મુકતા હોઇએ એ વખતે ઇન્ટરનેટ પર ટ્રાફિક જેમ થાય અને ડિસકનેક્ટ થઇ જાય ત્યારે ઓર્ડર ગયો છે કે નહીં એની ખબર નથી પડતી.
ફિલિપીન્સમાં 7 વર્ષની એક છોકરીને આવા જ કારણસર રગબડ થઇ અને એક ઓર્ડરની સામે 42 પાર્સલ્સ ઘરે આવી પહોંચ્યા. આ છોકરીએ ફૂડ એપ પર ઓર્ડર મૂક્યો. જો કે વારંવાર ઇન્ટરનેટ ડિસ્કનેકટ થઇ જતું હોવાથી એક-બે વાર નહીં, 42 વાર ઓર્ડર જતો રહ્યો અને બાળકીને ખબર જ ન પડી.
જો કે એનાથી થયેલી ભુલને લીધે કંપનીએ એક સાથે 42 રાઇડર્સને ઓર્ડર કરાયેલા ફુડ સાથે રવાના કર્યા હતા. આ છોકરી રહેતી હતી એ વિસ્તારની સાંકડી ગલીમાં ગણતરીની મીનીટના અંતરાલમાં એક પછી એક 42 રાઇડર્સ આવી પહોંચ્યા હતા.
છોકરીના પેરન્ટ્સ ઘરે નહોતા ત્યારે તેણે પોતાના માટે અને દાદી માટે ઓર્ડર કર્યો હતો. હકીકતમાં તેની મમ્મીએ ફૂડપાન્ડા એપ પર તે ઓર્ડર મુકીને ખાવાનું મગાવી શકે એ માટે જ સ્માર્ટફોન ઘરે રાખ્યો હતો. ઓર્ડર જ્યાં મુકાયો એ સિબુ સિટીમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી હતી જેને કારણે ઓર્ડર મુકાયો કે નહીં એની સમજ ન પડતાં તેણે સતત એપમાં ટેપ કરતા આ ગોટાળો થયો હતો અને બે જણ માટે મગાવેલા ઓર્ડરને સ્થાને લગભગ 40 લોકો ખાઇ શકે એટલા પાર્સલ આવ્યા હતા. આ ઓર્ડરની રકમ 189 ફિલિપીન્સ ચલણ (અંદાજે 290.60 રૂપિયા)ને બદલે 7945 ફિલિપીન્સ ચલણ એટલે કે લગભગ 12,215.95 રૂપિયાનો ઓર્ડર મુકાઇ ગયો હતો. કેશ ઓન ડિલિવરી ઓર્ડર હતો એટલે ડિલિવરી બોયે આ છોકરીના પાડોશીઓને આ ઓર્ડર વેચીને રોકડી કરી લીધી હતી.


Related News

Loading...
Advertisement