સાઉથ આફ્રિકાના રવાન્ડામાં ઝાંઝિમન એલી નામનો 21 વર્ષનો યુવક તેના વિચિત્ર દેખાવને કારણે ગામલોકોની ધૃણાનો ભોગ બન્યો છે અને એ જ કારણસર ગામલોકો તેને ખુબ તંગ કરે છે. બધાથી અલગ દેખાતો હોવાને લીધે ગામમાંથી કાઢી મુક્યો હોવાથી તે આફ્રિકાના જંગલમાં રહે છે. અલબત્ત ઝાંઝિમનની મમ્મી પણ તેની સાથે રહે છે. ગામના લોકોના રોષને કારણે તે જંગલમાં રોજ લગભગ 30 કિલોમીટર જેટલું ચાલે છે. ઝાંઝિમન એલીની મમ્મીના કહેવા મુજબ તે જન્મથી જ માઇક્રોસેફલી નામની એક બીમારીથી પીડાય છે. આ બીમારીમાં બાળકનું માથું પ્રમાણમાં ઘણું નાનું હોય છે. અસામાન્ય દેખાવને કારણે જન્મથી જ ઝાંઝિમને ગામના લોકોની અવહેલના સહન કરવી પડે છે. ગરીબીને કારણે તેમજ અસામાન્ય દેખાવને લીધે સહન કરવી પડતી ગામના લોકોની અવહેલનાને કારણે ઝાંઝિમનની મમ્મી તેને જંગલમાં ઘાસ ખાવા મોકલતી હતી.
ઝાંઝીમનની માતાનું કહેવું છે કે એલીના જન્મ પહેલા મેં પાંચ સંતાનો ગુમાવ્યા હતાં જ્યારે તેણે સાવ જ આશા મુકી દીધી હતી ત્યારે પ્રાર્થનાઓના ફળસ્વરૂપે ઝાંઝિમનને જન્મ થયો હતો. ઝાંઝિમનની માતાએ ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ પછી ચેનલે એલી અને તેના પરિવારને મદદરૂપ થવા માટે ગોફન્ડમીપેજ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં આ પેજ દ્વારા 3958 ડોલર એટલે કે લગભગ ત્રણ લાખ રૂપિયા ભેગા થયા છે.