નવી દિલ્હી તા.4
ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહેલા એક વૃદ્ધાને લઈને ટિપ્પણી કરવાનું એકટ્રેસ કંગનાને ભારે પડી રહ્યું છે. કાનૂની નોટિસ બાદ હવે ખુદ ભાજપના જ પ્રવકતા આર.પી.સિંહે વૃદ્ધ દાદીને શાહીન બાગના આંદોલનના બિલ્કીસ દાદી કહીને ટિપ્પણી કરવા બદલ કંગનાને જાહેરમાં માફી માંગવાનું કહ્યું છે. તેમણે લખ્યું છે. હું આપના સાહસ અને એકટીંગ માટે આપનું સન્માન કરું છું, પણ હું માનુ અપમાન કરવા કે તેમને અપમાનીત કરવા માટે કોઈનો સ્વીકાર નહીં કરું, આમ કરવા બદલ આપે જાહેરમાં, માફી માંગવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂત આંદોલનમાં સામેલ બુજુર્ગ દાદીને લઈને એવી ટિપ્પણી કરી હતી કે શાહીન બાગની દાદી પણ નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનમાં જોડાઈ ગઈ છે. કંગનાએ ટવીટમાં વધુમાં લખ્યું હતું કે ‘ટાઈમ’ પત્રિકામાં જગ્યા બનાવી ચૂકેલી તે દાદી 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે અને ખબરોમાં દાવો કરાયો હતો કે બન્ને મહિલાઓ અલગ છે.