મુંબઇ, તા.4
એનસીપી સુપ્રિમો શરદ પવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય નેતા તરીકે રાહુલ ગાંધીના ‘દમ’ ઉપર પવારે કહ્યું કે રાહુલમાં ઘણેખરે અંશે નિરંતરતાનો અભાવ દેખાઇ રહ્યો છે. જો કે તેમણે કોંગ્રેસ નેતા પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટીપ્પણીને લઇને આકરા શબ્દોમાં વાંધો વ્યક્ત કર્યો છે.
એક ઇન્ટરવ્યુમાં પવારને પૂછવામાં આવ્યું કે શું દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે? તો પવારે કહ્યું કે આ અંગે એક નહીં પરંતુ અનેક સવાલો છે. કેમ કે રાહુલ ગાંધીમાં નિરંતરતા જોવા મળી રહી નથી. ઓબામાએ હાલમાં જ લોંચ કરેલા પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે કોંગ્રેસ નેતા શિક્ષકને પ્રભાવિત એ ઉત્સુક વિદ્યાર્થીની જેમ લાગે છે. જેમાં વિષયમાં મહારથ હાંસલ કરવા માટે યોગ્યતા અને ઝનુનની કમી છે. જો કે ઓબામાના આ નિવેદન પર વાંધો વ્યકત કરતા પવારે કહ્યું કે જરૂરી નથી કે આપણે બધાના વિચારનો સ્વીકાર કરીએ.
શરદ પવારે કહ્યું કે હું મારા દેશમાં નેતૃત્વ વિશે કંઇપણ કરી શકું છું પરંતુ બીજા દેશના નેતૃત્વ વિશે મારે વાત ન કરવી જોઇએ. કોઇપણ નેતાએ એક સિમામાં રહીને નિવેદન આપવા જોઇએ. પરંતુ ઓબામાએ આ સિમાને ઓળંગીને લીધી છે. કોંગ્રેસનું ભવિષ્ય આડે રાહુલ ગાંધી અડચણ બની રહ્યા છે તેવા સવાલનો જવાબ આપતા પવારે કહ્યું કે કોઇપણ પક્ષનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે સંગઠનની અંદર તેનો સ્વીકાર કેવી રીતે કરવો.