ચીનને ચાંદના ડાઘમાં રસ પડયો: અબજો રૂપિયા ખર્ચી નાખશે

04 December 2020 12:49 PM
Top News World
  • ચીનને ચાંદના ડાઘમાં રસ પડયો: અબજો રૂપિયા ખર્ચી નાખશે

‘મૂન મીશન’ પૂર્ણ થવા તરફ : અમેરિકા-રશીયાની સમકક્ષ સ્પેસ પાવર બનવા ચીનની હોડ

નવી દિલ્હી, તા. 4
ચીને છેલ્લા થોડા દશકાઓમાં પોતાના અંતરીક્ષ કાર્યક્રમ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ એવી આશા રાખીને કર્યો છે કે ર0રર સુધીમાં તેનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને તે ચાંદ ઉપર માનવીય મીશન મોકલી શકશે. અત્યારે ચીનનો હેતુ ચાંદની માટી અને પથરાળ સપાટીના નમુના એકઠા કરવાનો છે. આ નમુનાઓનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિક ચંદ્રની ઉત્પતિ કેવી રીતે થઇ, ચંદ્ર બનવાની પ્રક્રિયા શું હતી અને ઉપગ્રહ પર જવાળામુખી જેવી એકટીવીટી શું થઇ તે તમામ પાસાઓ અંગે મંથન કરશે.


ચીનનું તાજેતરમાં ચંદ્ર મીશન ચંગ ઇ-5 સફળતાપૂર્વક ચંદ્ર ઉપર ઉતરી ચુકયું છે. જેને ચીની વૈજ્ઞાનિકોએ મોટી સફળતા બતાવી છે. સોવિયત યુનિયનના લૂના-24એ 1976માં ચાંદની સપાટી પરથી નમુના એકઠા કર્યા હતા ત્યાર પછીથી હવે કોઇ મૂન મીશન ઉપર ચીન કામ કરશે.


ચીન અમેરિકા અને રશીયાની સમકક્ષ સ્પેસ પાવર બનવા માગે છે. કેમ કે માત્ર આ જ બે દેશોએ ચંદ્રની સપાટી પરથી નમુના એકઠા કરવામાં સફળતા મેળવી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગની મહત્વકાંક્ષા ર0રર સુધી સ્પેસ સ્ટેશન ‘ટિયાંગોંગ’ બનાવવાની રહી છે જેને તે ચીનનું સ્વપ્ન ગણાવે છે.


જોકે આ પહેલા ર011માં અને ટીયાંગોગ-1 લોન્ચ કર્યુ હતું અને તે મીશન પણ પૂર્ણ થયું હતું પરંતુ ર018માં ક્રાફટ ક્રેશ થઇ ગયું અને ચીનનું નિયંત્રણ ખત્મ થઇ ગયું હતું.દરમિયાન અને જે ચાંગ-5 મૂન મીશન મોકલ્યું છે તેમાં એક લેન્ડર અને એક અસેન્ડર સામેલ છે. આ અન્ય ક્રાફટની અલગ થઇ ચુકયા છે અને પહેલા ચાંદને જે જવાળામુખી ક્ષેત્રને સમજી ચુકયા છે તેની માહિતી મોન્સ રૂકમર પાસે છે.


Related News

Loading...
Advertisement