રાજકોટ તા. 4
કોરોના વાઇરસ સાથે મોંઘવારી અને બેરોજગારીનાં સમયમાં લગાતાર 15 દિવસથી પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વૃધ્ધિ થવા પામી છે. સરકાર અને ઓઇલ કંપનીઓએ રોજિંદા ભાવફેરમાં ઇંધણ મોંઘુદાટ કરી લોકો માથે આર્થીક બોજ નાખ્યો છે.
રોજીંદા ભાવ ફેરમાં આજે 20 પૈસા પેટ્રોલ અને રપ પૈસા ડીઝલમાં ભાવ વધારો અમલી થતા પેટ્રોલ રૂ.80 અને ડીઝલ રૂ.78ને પાર પહોંચ્યુ છે.
આજે રાજકોટ શહેરમાં 20 પૈસાના વધારા સાથે રૂા.80.04 પેટ્રોલ અને 25 પૈસાના વધારા સાથે રૂ.78.45 ડીઝલ પ્રતિ લીટર વેચાણમાં છે.
વૈશ્ર્વિક બજારમાં ક્રુડ બેરલના ભાવો સામાન્ય હોવા છતા દિવાળીના તહેવારો બાદ સરકાર અને ઓઇલ કંપનીઓએ ભાવોમાં વધારો ઝીંકવાનો દૌર શરૂ રાખ્યો છે. આજે 15માં દિવસે રૂ.1.58 પેટ્રોલ અને રૂ.ર.પ9 ડીઝલ મોંઘુ થયું છે. કોરોનાની દહેશત મોંઘવારી બેરોજગારીના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો આર્થીક બોજ લોકો માથે સરકારે લાદી દીધો હોવા છતા લોકો ચુપચાપ આર્થીક બોજ ઉઠાવી રહી છે. સતત 15 દીવસથી ભાવ વધારો થવા છતા વિરોધનો એક પણ સુર હજુ ઉઠયો નથી.