અસલી કોરોના વેકિસન આવે તે પહેલા બોગસ રસી બનાવનારા સજજ થયા !

04 December 2020 11:34 AM
India Top News
  • અસલી કોરોના વેકિસન આવે તે પહેલા બોગસ રસી બનાવનારા સજજ થયા !

ઇન્ટરપોલે 194 દેશોને બોગસ રસીથી સાવધ કર્યા : સંગઠિત આપરાધિક નેટવર્ક નકલી વેબસાઇટ પર બોગસ રસી ઇન્ટરનેટ અને દુકાનોમાં વેચવા કાવતરા રચી રહયું હોવાની આશંકા

નવી દિલ્હી તા. 4
કોરોનાની રસી આપવાની તૈયારી છે તે ખુશીની વાત છે પણ તેની સાથે ચિંતા એ ઉભી થઇ છે કે કોરોનાની બોગસ વેકિસન ઇન્ટરનેટ પર વેચવાની કેટલાક ઠગો તૈયારી કરી રહયા છે. જેની સામે ઇન્ટરપોલે ભારત સહિત પુરા વિશ્ર્વની દરેક સુરક્ષા એજન્સીઓને નકલી કોરોના રસીના વેચાણ અને વિતરણ સામે સજાગ કરી છે.


આંતરરાષ્ટ્રીય એજન્સીનું કહેવું છે કે સંગઠિત આપરાધિક નેટવર્ક બોગસ રસીને ઇન્ટરનેટ અને દુકાનો પર વેચવાના કાવતરા રચી રહયા છે. દુનિયાના 194 દેશોમાં જાહેર કરાયેલ ઓરેન્જ એલર્ટમાં એજન્સીએ જણાવ્યું હતું કે કોવિડ-19 તેમજ ફલુની નકલી રસીનું ઉત્પાદન, ચોરી અને ગેરકાયદે પ્રચાર થવાની પુરી આશંકા છે. અપરાધી ટોળકી નકલી વેબસાઇટ અને બોગસ ઇલાજના દાવાથી લોકોને નિશાન બનાવી શકે છે. આથી લોકોના સ્વાસ્થ્ય અને તેમના જીવન પર ખતરો પેદા થઇ શકે છે.


ઇન્ટરપોલના મહાસચિવ જુરગન સ્ટોકે જણાવ્યું હતું કે પોલીસ સંગઠનોએ રસીની સપ્લાય ચેનને સુરક્ષિત રાખવી પડશે. ગેરકાયદે વેબસાઇટની ઓળખ કરવી પડશે. જે બોગસ ઉત્પાદનોનું વેચાણ કરતી હશે. ભારતમાં સીબીઆઇ ઇન્ટરપોલની સાથે મળીને કામ કરે છે. સીબીઆઇએ ઇન્ટરપોલનો સંપર્ક પણ કર્યો છે.

હેકર્સ રસીની કોલ્ડ ચેન તોડવાની ફિરાકમાં
સોફટવેર કંપની આઇબીએમે પણ ગુરુવારેે ચેેતવણી આપી હતી કે હેકર કોરોના વેકિસનની કોલ્ડ ચેન તોડવાની તૈયારી કરી રહી છે. તેઓ ઓનલાઇન સિસ્ટમને ધ્વસ્ત કરીને લોકો સુધી રસી પહોંચાડવાની પુરી પ્રક્રિયામાં વિઘ્ન નાખી શકે છે. તેઓ નથી ઇચ્છતા કે રસી બધા સુધી સરળતાથી પહોંચે.


Related News

Loading...
Advertisement