સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર યથાવત : વધુ નવા 347 કેસ : 6 મોત

04 December 2020 10:46 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર યથાવત : વધુ નવા 347 કેસ : 6 મોત

રાત્રી કફર્યુ છતાં રાજકોટ જિલ્લામાં સંક્રમણ વધ્યું : રાજકોટ 141, જામનગર-42, જુનાગઢ-23, ભાવનગર-20, મોરબી-29, અમરેલી-27, સુરેન્દ્રનગર-15, ગીર સોમનાથ-9, બોટાદ-દ્વારકા 4-4, પોરબંદર-3 અને કચ્છ-30 સહિત 347 કેસ : 295 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ,તા. 4
સમગ્ર દેશમાં કોરોના વાઈરસ સામે રક્ષણ આપતી રસીની રાહ જોવાઈ રહી છે. અનેક રાજ્યોમાં રસીકરણ માટે તબક્કાવાઈઝ એડવાન્સ આયોજનો થયા છે ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી જાન્યુઆરી માસમાં રસીકરણ માટે તંત્ર સજ્જ થયું છે. હાલ કોરોના સંક્રમણ યથાવત છે. કોરોનાની વહી રફતાર રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નીતિ-નિયમોનો ઉલાળીયો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 347 પોઝિટીવ કેસ સામે 295 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટમાં 6 દર્દીઓના મોત નોંધાયા છે.


છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 93 શહેર 48 ગ્રામ્ય કુલ 141, જામનગર 28 શહેર 14 ગ્રામ્ય કુલ 42, જુનાગઢ 10 શહેર 13 ગ્રામ્ય કુલ 23, ભાવનગર 13 શહેર 7 ગ્રામ્ય કુલ 20, મોરબી-29, અમરેલી 27, સુરેન્દ્રનગર 15, ગીર સોમનાથ 9, બોટાદ દ્વારકા 4-4, પોરબંદર-3 કચ્છ 30 સહિત 347 પોઝિટીવ કેસ નોંધાયા છે.


જ્યારે દર્દીઓ સાજા થવાની આંકડાકીય વિગત જોતા રાજકોટ 130, જામગનર 33, જુનાગઢ 13, ભાવનગર 18, મોરબી 20, અમરેલી 31, સુરેન્દ્રનગર 14, ગીર સોમનાથ 6, બોટાદ 3, પોરબંદર 5, કચ્છ 22 સહિત 295 દદીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા 1540 દર્દીઓ સામે 1427 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં વધુ 141 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરના 93 અને ગ્રામ્યના 48 સહિત 141 કેસ સામે 91 શહેર અને 39 ગ્રામ્ય મળી 130 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરનો કુલ આંક 11222 પર પહોંચ્યો છે. ગ્રામ્યનો કુલ આંક 5440 નોંધાયો છે. 6 દર્દીઓના મોત નોંધાયા છે.


મોરબી
મોરબી જિલ્લામાં વધુ નવા 29 કેસો નોંધાયા છે. તાલુકાના 21 કેસોમાં ગ્રામ્ય 14 શહેર 5 વાંકાનેર, 2-હળવદ, 1- ટંકારા સહિત 29 કેસો નોંધાયા છે. 20 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.


બોટાદ
બોટાદ જિલ્લામાં વધુ 4 પોઝિટીવ કેસ નોંધાયા હતા. 3 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.


જૂનાગઢ
જુનાગઢ જિલ્લામાં વધુ 23 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં જુનાગઢ 10, કેશોદ-ભેંસાણ 3-3, વિસાવદર 4, વંથલી માંગરોળ અને માણાવદર 1 દર્દી સારવારમાં દાખલ કરાયા છે. 13 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 20 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 5280 થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 11 પુરુષ અને 2 સ્ત્રી મળી કુલ 13 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, મહુવા ખાતે 1, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે 1, સિહોર ખાતે 1, વલભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે 1, વલભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે 1 તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે 1 કેસ મળી કુલ 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે જ્યારે વધુ ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 4 એમ કુલ 18 કોરોના પોઝિટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 5280 પૈકી હાલ 73 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5131 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે કોરોનાના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ત્રણ દર્દીઓ સ્વસ્થ થતાં હવે 45 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 71નો નોધાયો છે.


Related News

Loading...
Advertisement