કોંગી નેતા દિગ્વિજય સિંહે કહ્યું, 'હું પાકિસ્તાન જવા માંગુ છું'

03 December 2020 10:50 PM
India Politics
  • કોંગી નેતા દિગ્વિજય સિંહે કહ્યું, 'હું પાકિસ્તાન જવા માંગુ છું'

પાડોશી બદલી શકાતો નથી, પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ : દિગ્વિજય સિંહ

મિર્ઝાપુર,તા.3
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે કહ્યું કે તેમની પાકિસ્તાન જવાની ઇચ્છા છે. પૂછવામાં આવ્યું કે શું તે પાકિસ્તાન ગયા છે, તો તેણે કહ્યું કે, તે ગયા નથી પણ જવા માંગે છે. દિગ્વિજયસિંહ ગુરુવારે મિર્ઝાપુર જિલ્લામાં હતા. મોડી સાંજે તેમણે માતા વિંધ્યાવાસિનીની પૂજા કરી હતી. તે પછી નગર પાલિકા પરિષદના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ ઉપપ્રમુખ દીપચંદ્ર જૈનના નિવાસ સ્થાને તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાન જવાની ઇચ્છા રાખે છે. તેમણે કહ્યું કે પાડોશીને બદલી શકાતો નથી. આ માટે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ.

કૃષિ કાનૂન અંગે તેઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓના ઈશારે આ કાયદો બનાવ્યો છે. આનાથી ગરીબ ખેડૂતને ફાયદો થતો નથી, પરંતુ તેનો એક ગેરલાભ છે.


Related News

Loading...
Advertisement