રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ શરૂ થયેલી કોરોનાની બીજી લહેરનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1500થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે પણ 1500થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. મોતની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1540 કેસો નોંધાયા છે, જ્યારે 13 દર્દીઓના મૃત્યુ થયા છે અને 1427 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14817 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4031 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 214309 પર પહોંચ્યો છે.
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 336,
સુરત 246,
વડોદરા 184,
રાજકોટ 141,
ગાંધીનગર 72,
મહેસાણા 69,
પાટણ 42,
જામનગર 42,
ખેડા 39,
બનાસકાંઠા 36,
કચ્છ 30,
મોરબી 29,
અમરેલી 27,
દાહોદ 24,
ભરૂચ 23,
પંચમહાલ 23,
જુનાગઢ 23,
સાબરકાંઠા રર,
આણંદ 20
ભાવનગર 20,
નર્મદા 17,
મહિસાગર 16,
સુરેન્દ્રનગર 15,
અરવલ્લી 9,
ગીર સોમનાથ 9,
નવસારી 6,
વલસાડ 6,
બોટાદ 4,
દેવભૂમિ દ્વારકા 4,
પોરબંદર 3,
છોટા ઉદેપુર 2,
તાપી 1.