ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશનનો તા.24ના પદવી સમારંભ

03 December 2020 07:17 PM
Gujarat
  • ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ 
એજયુકેશનનો તા.24ના પદવી સમારંભ

152 વિદ્યાર્થીઓને ડીગ્રી અને 4 મેડલ એનાયત થશે: શિક્ષણવિદ્ ડો.દવેને ડિ.લિટ્.ની પદવી અપાશે

ગાંધીનગર, તા.3
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનો ત્રીજો પદવીદાન સમારંભ આગામી 24 ડિસેમ્બરે યોજાશે, જેમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ્ ડો. રવીન્દ્ર દવેને આઇઆઇટીઇ દ્વારા ડિ.લિટ્.ની માનદ પદવી એનાયત થશે, ઉપરાંત આઇઆઇટીઇના આ ત્રીજા પદવીદાન સમારંભમાં 152 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. બી.એ.-બી.એડ., બી.એસસી.-બી.એડ., એમ.એસસી., એમ.એસસી.-એમ.એડ. કોર્સમાં કુલ 4 મેડલ એનાયત કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન દ્વારા યુનેસ્કોની ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશનના ભૂતપૂર્વ ડાઇરેક્ટર અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ્ ડો. રવીન્દ્ર દવેને ડિ.લિટ્.ની માનદ પદવીથી સન્માનવામાં આવશે. ટીચર યુનિવર્સિટીના 24 ડિસેમ્બર, 2020માં યોજાનારા ત્રીજા પદવીદાન સમારંભમાં ડો. દવેને ડિ.લિટ્.ની માનદ પદવીથી સન્માનવામાં આવશે.


જોકે આ નિર્ણયને આઇઆઇટીઇની જનરલ કાઉન્સિલ તથા આઈઆઈટીઈના કુલાધિપતિ અને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ડો. રવીન્દ્ર દવેને ડિ.લિટ્.ની માનદ પદવીથી સન્માનવાના નિર્ણય વિશે આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલે જણાવ્યું, હતું કે ડો. રવીન્દ્ર દવેનું શિક્ષણમાં યોગદાન માત્ર ગુજરાત કે ભારત નહીં, સમગ્ર વિશ્વની શિક્ષણ વ્યવસ્થામાં રહ્યું છે. તેમને ડિ.લિટ્.ની માનદ પદવીથી સન્માનિત કરવા એ શિક્ષણ વ્યવસ્થામાં ભારતીય અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યોના સાયુજ્યને સન્માનવા જેવી ઘટના બની રહેશે. ત્યારે ડો. દવેનું આ સન્માન, શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણને સમર્પિત આઈઆઈટીઈ માટે ગૌરવની વાત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


જ્યારે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા આયોજિત આ પદવીદાન સમારંભ રાજ્યના. ગવર્નર આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત રાજય કક્ષાના શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિતિ રહેવાના છે. ઉલ્લેખનીય છે કે આ પદવીદાન સમારંભમાં બી.એ.-બી.એડ., બી.એસસી.-બી.એડ., એમ.એસસી., એમ.એસસી.એમ.એડ. કોર્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવશે.


જેમાં ટીચર યુનિવર્સિટીમાંથી વિવિધ કોર્સમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલાં 152 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં એમ.એ. (એજ્યુકેશન)ના 17, એમ.એ.ના 4, એમ.એસસી. 46, એમ.એસસી.-એમ.એડ.ના 12, એમ.એ.-એમ.એડ.ના 3, બી.એસસી.-બી.એડ.ના 63, બી.એ.-બી.એડ.ના 7 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement