રાજકોટ તા.3
ચોટીલા મામલતદારે એક યુનિટ ફાળવવાનું હતું તેમાં રામભાઈ નાનાભાઈ ખાચરને કાયદેસર રીતે મળવાપાત્ર હતું તે આપવામાં આવ્યા બાદ અન્ય છ આસામીઓને ગેરકાનુની રીતે યુનિટ ફાળવ્યા હતા. તેમાં રાણબાબેન, વાલબાબેન, બોજાબેન, આલોકભાઈ ખાચર, રાજેશભાઈ ખાચર, સરોજબેન ખાચરનો સમાવેશ થાય છે. આવા આસામીઓ ઉપરાંત અન્ય 17 જેટલા આસામીઓ દ્વારા આ જમીન ખોટી રીતે વેચાણ લેવામાં આવી હતી. જેમાં કંકુબેન ગઢીયા, પાર્થ દિલીપભાઈ બોદર, મૌલીક દિલીપભાઈ બોદર, ભાવેશ મનસુખ હરસોડા, કમલેશ બાવનજી ધવા, ઈન્દીરાબેન ખાચર, ઉમેદભાઈ ધાધલ, જશુબેન ધાધલ, સુધીરભાઈ ચાંગેલા, અજય બોસમીયા, મેહુલ બોસમીયા અને પ્રીતી અજયકુમાર બોસમીયાના નામનો સમાવેશ થાય છે. આ તમામ આસામીઓ આ કેસમાં પક્ષકાર હોવાનું ખુલ્યું હતું.