આગામી તા. 12મીના ઇ-લોક અદાલતનું આયોજન પક્ષકારોને ઇ-લોક અદાલતનો લાભ લેવા અપીલ કરાઈ

03 December 2020 07:11 PM
Rajkot
  • આગામી તા. 12મીના ઇ-લોક અદાલતનું આયોજન
પક્ષકારોને ઇ-લોક અદાલતનો લાભ લેવા અપીલ કરાઈ

રાજકોટ,તા. 3
ગુજરાત હાઈકોર્ટના આદેશથી આગામી 12-12-2020ના રોજ રાજકોટ જીલ્લાની અને તાલુકાની તમામ અદાલતોમાં ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇ-લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એક્ટની કલમ 138 (ચેક રિટર્ન) હેઠળના કેસો, બેન્ક નાણાના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાનને લગતા કેસો, ઇલેક્ટ્રીસીટી તથા પાણીના બીલોના કેસો, રેવન્યુ અંગેના કેસો, દિવાની પ્રકારના કેસો ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા અને અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.


Related News

Loading...
Advertisement