રાજકોટમાં બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ એકની ધરપકડ

03 December 2020 07:08 PM
Rajkot Crime
  • રાજકોટમાં બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ એકની ધરપકડ

લાયકાત ન હોવા છતાં બોગસ દસ્તાવેજ બનાવી લાયસન્સ બનાવી આપતા હતા:અગાઉ રાજકોટ આર.ટી.ઓ.ના એજન્ટો સહિત 39 આરોપીઓની કરાઇ હતી ધરપકડ

રાજકોટ,તા.3
રાજકોટના આર.ટી.ઓ.માં બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવી આપવાના પ્રકરણનો પર્દાફાશ કરી એકાદ વર્ષ પહેલા એસ.ઓ.જી. એ આર.ટી.ઓ.ના એજન્ટો સહિત 39 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં ફરાર અને બોગસ લાયસન્સ કઢાવનાર વધુ એક શખ્સની પેરોલ ફર્લો સ્કોવડની ટીમે ધરપકડ કરી હતી.
બોગસ લાયસન્સ કૌભાંડમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરવિંદ કાનજીભાઇ જાદવ (ઉ.વ. 33, રહે. ગણેશનગર શેરી નં. 4, મોરબી રોડ), નટુ ભીમજીભાઇ બાબરીયા (ઉ.વ. 25, રહે. બેટી (રામપરા) ગામ, તા. રાજકોટ), બિજલ ધીરૂભાઇ ડાભી (ઉ.વ. 22, વેજીગામ તા. રાજકોટ), વિજય મોહનભાઇ દાહોરીયા (ઉ.વ. 36, રહે. નવાગામ આણંદપર સોસાયટી), વિજય રવજીભાઇ સારદીયા (ઉ.વ. 44, રહે. પોપટપરા શેરી નં. 11ના છેડે), કરશન અરજણભાઇ ગોવાણી (ઉ.વ. 45, રહે. સ્લમ કવાર્ટર, રૈયાધાર), વિપુલ બાબુભાઇ રાઠોડ (ઉ.વ. 33, રહે. આંબેડકરનગર શેરી નં. 6, 80 ફુટ રોડ), સુખદેવસિંહ લાલુભા ઉર્ફે બાલુભા ગોહિલ (ઉ.વ. 46, રહે. હાઉસિંગ બોર્ડ કવાર્ટર, પુનિતનગરની પાસે) અને દિલીપ ધીરૂભાઇ પીઠવા (ઉ.વ. 33, રહે. સ્લમ કવાર્ટર, રૈયાધાર)નો સમાવેશ થાય છે.
રાજકોટ આર.ટી.ઓ.માં એજન્ટોએ એકાદ વર્ષ પહેલા લાયકાત ધરાવતા ન હોવા છતાં રૂા. 5 હજારથી લઇ 10 હજાર સુધીની રકમ વસુલી બોગસ ડોક્યુમેન્ટ બનાવડાવી લાયસન્સ કઢાવી આવ્યા નો પર્દાફાશ થયો હતો.આ અંગે જે તે સમયે એસ.ઓ.જી.એ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવી એજન્ટ કનકસિંહ,હિતેષ સહિતના 39 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી.
જે ગુનામાં તપાસ કરાતા બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવનાર શખ્સોના નામ ખુલતા આજે એક વર્ષબાદ પેરોલ ફર્લો સ્કોવર્ડના પીએસઆઈ એમ.એસ.અન્સારી,એએસઆઈ રાજુભાઇ ભટ્ટ,હેડ કોન્સ્ટેબલ બકુલભાઈ વાઘેલા,ધીરેનભાઈ ગઢવી,મહંમદઅઝરૂદિન બુખારી અને ભૂમિકાબેન ઠાકર સહિતના સ્ટાફે બાતમીને આધારે આરોપી ગોપાલ સિંધાભાઈ લાકમાં(રહે.વરડુંસર ગામ, વાંકાનેર)ની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રીપોર્ટ આવ્યા બાદ વિધીવત ધરપકડ કરી પૂછપરછ કરતા ગોપાલે એજન્ટો મારફતે ડુપ્લીકેટ લાયસન્સ કઢાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.


Related News

Loading...
Advertisement