જુગારના ચાર દરોડામાં 13 આરોપી ઝડપાયા: 2.29 લાખનો મુદામાલ કબ્જે

03 December 2020 07:06 PM
Rajkot
  • જુગારના ચાર દરોડામાં 13 આરોપી
ઝડપાયા: 2.29 લાખનો મુદામાલ કબ્જે
  • જુગારના ચાર દરોડામાં 13 આરોપી
ઝડપાયા: 2.29 લાખનો મુદામાલ કબ્જે

કુવાડવા રોડ, અંબાજી કડવા પ્લોટ અને પરા પીપળીયામાં ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી; 3 મોબાઇલ અને 2 બાઇક જપ્ત: યાજ્ઞિક રોડ પર ઓનલાઇન એપ થકી તીનપત્તીનો જુગાર રમતા યુવકને દબોચી લેવાયો

રાજકોટ, તા.3
શહેરમાં જુગારના ચાર દરોડામાં પોલીસે 13 આરોપીઓને ઝડપી લીધા છે, આ દરમિયાન પોલીસે 2.29 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે કુવાડવા રોડ, અંબાજી કડવા પ્લોટ અને પરા પીપળીયામાં ચાલતા જુગારના અખાડા પર રેડ કરી હતી. આ સિવાય યાજ્ઞિક રોડ પર ઓનલાઇન એપ થકી તીનપત્તીનો જુગાર રમતા યુવકને દબોચી લેવાયો હતો.


ક્રાઇમ બ્રાંચની ટીમે અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર આવેલા રહેણાંક મકાનમાં રેડ કરી હતી જ્યાં જુગાર રમતા ગીરીશ પ્રભુદાસ કતીરા, ગીરીશ અમૃતલાલ વાજા, રમેશ કેશવલાલ દવે અને જીજ્ઞેશ ઉર્ફે જયેશ પ્રવિણભાઇ ગોહેલને ઝડપી લીધા હતા. દરોડામાં રૂા.1,13,700ની રોકડ રકમ, બે બાઇક અને 3 મોબાઇલ ફોન મળી રૂા. 1,91,700નો મુદામાલ કબજે કરાયો હતો.


એ-ડીવીઝન પોલીસે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ ડેરી પાસે મોબાઇલ ફોન પર ડાયમંડ એકસચેંજ નામની એપ ઉપર તીનપત્તીનો ઓનલાઇન જુગાર રમતા સાવન હરેશભાઇ ધોળકીયાને દબોચી લઇ રૂા.1000ની રોકડ અને મોબાઇલ ફોન મળી 16 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.


ગાંધીગ્રામ પોલીસે પરા પીપળીયાની એકતા સોસાયટીમાં દરોડો પાડી રહેણાંક મકાનમાં જુગાર રમતા ચેતન કિશોરભાઇ ટીમાણીયા, દિલીપસિંહ ઝાલા, ઇકબાલ શેખ અને નરશી વાઘેલાને દબોચી લીધો હતો, સ્થળ પરથી રૂા.10,570ની રોકડ રકમ મળી આવી હતી જે પોલીસે કબજે કરી હતી અને આરોપીઓ સામે જુગારધારા સહિત સોશ્યલ ડિસ્ટન્સ ભંગનો ગુનો પણ નોંધાયો હતો.


બી ડીવીઝન પોલીસના સ્ટાફે બાતમીના આધારે કુવાડવા રોડ લાલપરી પુલ નીચે, લાલ હનુમાનવાળી શેરીમાં દરોડો પાડયો હતો જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર શૈલેષ કેશુ ઝઝવાડીયા, મુકેશ હરિ રાઠોડ, નિલેશ બાબુ દલસાણીયા અને સિંકદર આમદ ઠેબાને પકડી પાડી રૂા.11,320ની રોકડ કબજે કરી હતી.


Related News

Loading...
Advertisement