સિમેન્ટ ક્રોકેચ મિકસરમાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં બુટલેગર જામીન મૂક્ત

03 December 2020 07:01 PM
Rajkot Crime
  • સિમેન્ટ ક્રોકેચ મિકસરમાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં બુટલેગર જામીન મૂક્ત

રાજકોટ : શહેરની ભાગોળે ભાવનગર રોડ પર સરધાર ગામ તરફ જવાના રસ્તે જતા સિમેન્ટ કોંક્રેચ મીકસર ટેન્કરમાંથી 3300 બોટલ વિદેશી દારુ પકડી પાડયાના ગુનામાં પકડાયેલા શખ્સને જામીન મુક્ત કરવા અદાલતે હુકમ ફરમાવ્યો છે.
આ બનાવની વિગત મુજબ ગત તા. 21-10-2020નાં રોજ ભાવનગર રોડ ઉપર સરધાર ગામ તરફ જઇ રહેલા જીજે 09 એએફ 260 નંબરનું સિમેન્ટ કોંક્રેચ મીકસર નિકળતા તેની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારુ 3300 બોટલ મળી આવતા પોલીસે ડ્રાઈવર શખસ રાજસ્થાની બળવંતસિંહની ધરપકડ કરી રિમાન્ડ મેળવતા રિમાન્ડમાં દારુ રાજકોટ આજી ડેમ ચોકડી પાસે રહેતા ભરત તલસાણીયાનો હોવાનું ખૂલતા પોલીસે ભરતની ધરપકડ કરી હતી. દરમ્યાન ભરત તલસાણીયા અદાલત સમક્ષ જામીનમુક્ત થવા અરજી ગુજારતા ચીફ જયુડીશ્યલ મેજી.એ પોતાની આરોપી ભરત તલસાણીયાને જામીનમુક્ત કરવા હુકમ કર્યો છે.


Related News

Loading...
Advertisement