માસ્ક-જાહેરનામા ભંગના કેસમાં રાજકોટ પોલીસ નંબર 1, વાહન ડીટેઇનમાં નંબર 2

03 December 2020 06:59 PM
Rajkot Gujarat
  • માસ્ક-જાહેરનામા ભંગના કેસમાં રાજકોટ પોલીસ નંબર 1, વાહન ડીટેઇનમાં નંબર 2

અનલોક-6માં પોલીસે જાહેરનામા ભંગના 17ર9 કેસ કર્યા : રપ30 વાહન ડિેટેઇન કર્યા: માસ્ક નહીં પહેરવા અને થુંકવાના 30,393 કેસ કરી રૂા.ર.9પ કરોડનો દંડ વસુલ કર્યો: અમદાવાદ સહિતના મહાનગરોથી રાજકોટમાં કોરોનાના કેસ ઓછા જાહેરનામા ભંગના કેસ વધુ: શહેર પોલીસ દ્વારા કરાવાતી રાત્રી કફર્યુની કડક અમલવારી

રાજકોટ, તા. 3
રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કફર્યુના કડક અમલવારી કરાવવામાં આવી રહી છે તેમજ અનલોક-6માં પણ રાજકોટ પોલીસની કામગીરી રાજયની અન્ય પોલીસ કરતા વધુ આક્રમક હોય તેમ છેલ્લા એક માસમાં માસ્ક તથા જાહેરનામા ભંગના કેસમાં રાજકોટ પોલીસ રાજયમાં નંબર વન છે જ્યારે વાહન ડિટેઇન કરવાની બાબતમાં રાજકોટ પોલીસ રાજયમાં બીજા ક્રમે છે.


અનલોક-6 દરમિયાન રાજકોટ શહેર પોલીસે જાહેરનામા ભંગના કુલ 17ર9 કેસ કર્યા છે તેમજ રપ30 વાહન ડીટેઇન કર્યા છે તથા જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા જાહેરમાં થુંકવા અંગેના 30393 કેસ કરી રૂા. ર,9પ,78,000નો દંડ વસુલયો છે.


કોરોનાના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે સરકાર દ્વારા વખતોવખત ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે અને સરકારની ગાઇડલાઇનનો પોલીસ અસરકારક રીતે અમલ કરાવી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા પણ અનલોક તથા રાત્રી કફર્યુની પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવા આવી રહી છે.


રાજકોટ હશેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પ્રવીણકુમાર મીણાની સુચનાથી તમામ એસીપી તેમજ પીઆઇના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા અનલોક તેમજ રાત્રી કફર્યુના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.


રાજકોટ શહેર પોલીસે તા.1/11 થી તા.30/11 દરમિયાન એક માસમાં કરેલી કામગીરી અંગે જાહેર કરેલી વિગતો મુજબ રાજકોટ પોલીસ દ્વારા જાહેરનમા ભંગના કુલ 17ર9 કેસ કર્યા છે. તેમજ જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા જાહેરમાં થુંકવા બાબતે કુલ 30,393 કેસ કરી રૂપિયા ર,9પ,78,000નો દંડ વસુલ કર્યો છે.


અનલોક-6 દરમિયાન રાજકોટ પોલીસે કરેલી કામગીરી રાજ્યમાં અગ્રેસર છે. શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા જાહેરનામા ભંગના કેસ રાજ્યમાં સૌથી વધુ છે. તેમજ વાહન ડીટેઇન કરાવાની સંખ્યામાં પણ રાજકોટ પોલીસ રાજ્યમાં બીજા ક્રમે છે. અમદાવાદ, સુરત, વડોદરાની સરખામણીમાં રાજકોટમાં કોરોનાના કેસ ઓછા છે, બીજી તરફ પોલીસ દ્વારા અનલોક તેમજ રાત્રી કફર્યુની કડક અમલવારી કરાવવામાં આવતી હોય જાહેરનામા ભંગના કેસ રાજયના અન્ય મહાનગરોની વધુ છે.


Related News

Loading...
Advertisement