ગુજરાતે એક કાનુનવિદ નિષ્ણાંત ગુમાવ્યા : જનાર્દનભાઇ પંડયા

03 December 2020 06:57 PM
Rajkot
  • ગુજરાતે એક કાનુનવિદ નિષ્ણાંત ગુમાવ્યા : જનાર્દનભાઇ પંડયા

રાજકોટ તા.3
સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજનાં પ્રમુખ પ્રદ્યુમન ભટ્ટ તથા ટ્રસ્ટીઓ અનામિકભાઇ શાહ, જનાર્દનભાઇ પંડયા અને સુનિલભાઇ મહેતાએ સંસદ સભ્ય અભયભાઇ ભારદ્વાજનાં થયેલ અવસાન અંગે ઉમદા શોકની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે 11, રમણીક હાઉસ, જયુબેલી ચોકની સંલગ્ન સંસ્થાઓએ એક માર્ગદર્શક મિત્ર અને સાથી કાર્યકર્તા ગુમાવ્યા છે. સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજ દ્વારા સને 2015નાં વર્ષમાં છાત્ર યુવા પ્રવૃતિનાં માઘ્યમ દ્વારા સમાજનાં વિવિધ ક્ષેત્રે નેતૃત્વ આપનાર 40 જેટલા મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તત્કાલીન રાજયપાલ ઓમપ્રકાશ કોહલીના હસ્તે કાનુનીક્ષેત્રે યશસ્વી યોગદાન આપનાર અભયભાઇ ભારદ્વાજનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
તેઓ સ્પષ્ટ વકતા હતા અને રાજકીય તથા સામાજીકક્ષેત્રે તેઓએ કરેલા વિધાનોને સરકાર તથા સમાજ દ્વારા ખાસ લક્ષમાં લેવામાં આવતાં હતાં. તેમજ તેમની મહત્તા હતી. રાજકોટે તેમનો પનોતા પુત્ર અને ગુજરાતે એક કાનુનવિદ નિષ્ણાંત વ્યકિત ગુમાવ્યા છે જે તે કારણે સમાજને મોટી ખોટ પડી છે.


Related News

Loading...
Advertisement