આખરે રજનીકાંત રાજકારણમાં : વિધાનસભાની ચૂંટણી લડશે

03 December 2020 06:50 PM
India Politics
  • આખરે રજનીકાંત રાજકારણમાં : વિધાનસભાની ચૂંટણી લડશે

જાન્યુઆરી માસમાં નવા રાજકીય પક્ષના રચનાની દક્ષિણના સુપરસ્ટારનો સંકેત : ટવીટ કરીને પોતાનો પ્રથમ સંકેત આપી દીધો : તામીલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી

ચેન્નઇ,તા. 3
આખરે તામીલનાડુમાં ફિલ્મ અભિનેતા રજનીકાંતે પોતાની રાજકીય ઇનીંગ શરુ કરવાનો સંકેત આપી દીધો છે અને જાન્યુઆરી માસમાં તે પોતાના રાજકીય પક્ષનું લોન્ચીંગ કરશે અને 31 ડીસેમ્બરે તેની જાહેરાત કરશે. લાંબા સમયથી તામીલનાડુના રાજકારણમાં રજનીકાંત એક ફેક્ટર બનવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેઓ કોઇ આખરી નિર્ણય લઇ શક્યા નહોતા. આજે તેમણે એક ટવીટ કરીને જાહેરાત કરી છે કે તેઓ રાજ્યની આગામી ધારાસભા ચૂંટણી લડશે. સુપરસ્ટારે જણાવ્યું કે તા. 31 ડીસેમ્બરના રોજ તે આ અંગે જાહેરાત કરશે. અને જાન્યુઆરીમાં નવા પક્ષની રચના કરશે. રજનીકાંતે દરેક જિલ્લામાં તેની ફેન ક્લબને રાજકીય પક્ષમાં ફેરવી નાખવાની પણ તૈયારી કરી છે. અને તેમના તમામ ટેકેદારો તેની સાથે હોવાનું માનવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે હાલમાં જ તામીલનાડુની મુલાકાતે ગયેલા ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહે રજનીકાંત સાથે બંધબારણે ચર્ચા કરી હતી અને તે ભાજપ સાથે આવે તેવા પ્રયત્ન કર્યા હતા. હવે રજનીકાંત પોતાનો વ્યૂહ નક્કી કરશે અને આ સાથે તામીલનાડુમાં ડીએમકે તથા અન્ના ડીએમકે સામે વધુ એક ફિલ્મી પડકાર સર્જાશે. હજુ વધુ એક ફિલ્મ સીતારા કમલ હાસને પણ પોતાની રાજકીય મહેચ્છા દર્શાવી છે પરંતુ કોઇ સ્પષ્ટ ભૂમિકા અપનાવી નથી.


Related News

Loading...
Advertisement