કોરોનાને કારણે લોકોમાં તનાવ, ઉદાસીનતા, ગુસ્સામાં વધારો; જીટીયુના છાત્રોનાં સર્વે

03 December 2020 06:48 PM
Health Gujarat
  • કોરોનાને કારણે લોકોમાં તનાવ, ઉદાસીનતા, ગુસ્સામાં વધારો; જીટીયુના છાત્રોનાં સર્વે

રાજ્યમાં 33 જિલ્લાઓમાં 2050થી વધુ લોકો પર સર્વે

અમદાવાદ, તા.3
કોરોના મહામારીના કારણે 43.9 ટકા લોકો તનાવ, 33.6 ટકા લોકો ગુસ્સો, 42.9 ટકા લોકો ઉદાસીનતા, 36.9 ટકા લોકો અનિદ્રાથી પીડિત જોવા મળ્યા છે. જીટીયુના એનએસએસ વિભાગ દ્વારા કોવિડ-19ની થયેલ માનસિક અસર અંતર્ગત સર્વેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
જીટીયુ એનએસએસના સ્વયંસેવકો દ્વારા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી 3 મહિના માટે સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ કોવિડ-19ની પરિસ્થિતિને કારણોસર લોકોમાં જોવા મળેલ તનાવ, અનિંદ્રા, ગુસ્સો આવવો, ઉદાસનીતા, વ્યકિતગત સમસ્યાના ઉકેલ માટે આત્મવિશ્ર્વાસની સક્ષમતા જેવા વિવિધ મુદાઓને સાંકળીને વર્તમાન પરિસ્થિતિને કારણે આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર થયેલ અસર બાબતે ડિજીટલ સર્વે કરાયો હતો. અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિને કારણે 43.6% લોકો તનાવમાં આવી ગયા જ્યારે 5.7% લોકો આજદિન સુધી પણ તેમાંથી બહાર આવી શક્યા નથી. તનાવ બાબતે 41.5% લોકોને કોઇપણ પ્રકારની અસર થયેલ જોવા મળી ન હતી.
અપૂરતી ઉંઘની સમસ્યામાં 43.9% લોકોને કોઇ સમસ્યા નડી નથી. પરંતુ 36.9% લોકો આ સમસ્યાથી પીડાયા હતા જ્યારે 5.5% લોકો હાલના સમયે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છે. 36.2% લોકો આ પરિસ્થિતિના કારણોસર ચિંતા અનુભવી રહ્યા હતા જ્યારે 7% લોકો આજે પણ ચિંતા અનુભવી રહ્યા છે. સૌથી વધુ માનસિક અસર બાબતે વ્યકિતમાં ગુસ્સો અને ઉદાસીનતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું જેમાં ગુસ્સો અને ઉદાસીનતા બાબતે અનુક્રમે 39.6% અને 42.9%નું પ્રમાણ જોવા મળ્યું હતું.


Related News

Loading...
Advertisement