પાયલ ઘોષનું ફરી વિવાદી નિવેદન: મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી નથી પીતો

03 December 2020 05:19 PM
Entertainment
  • પાયલ ઘોષનું ફરી વિવાદી નિવેદન: મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી નથી પીતો

શું મુસ્લિમના હાથનું પાણી ખારું લાગે છે? સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ એકટ્રેસ

નવી દિલ્હી તા.3
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાવનાર એકટ્રેસ પાયલ ઘોષે વધુ એક વિવાદીત નિવેદન કરીને સમાચારમાં આવી છે, આ વખતે તેમણે એવું વિવાદીત નિવેદન કર્યું છે. તેમના પરિવારમાં મુસલમાનના હાથનું પાણી પણ નથી પીવામાં આવતું.


પાયલે ટવીટમાં આ નિવેદન આપતા પાયલ ઘોષને ખરી-ખોટી સાંભળવી પડી રહી છે, અનેક યુઝરોએ પાયલને ફટકાર લગાવી છે. પાયલ પર હેટ યુઝરે તેને ભારતીય બંધારણ વાંચવાની સલાહ આપી છે, તે અન્ય યુઝરે લખ્યું છે. આપના ઘરવાળાઓ ભેદભાવ કરે છે જે ગમાર અને નિમ્ન લોકોની ઓળખ છે, તો એક યુઝરે લખ્યું શું મુસ્લિમના હાથનું પાણી ખારું લાગે છે? ઉલ્લેખનીય છે કે પાયલે અગાઉ ટવીટમાં લખ્યું હતું કે સારા અને ખરાબ લોકો બન્ને (હિન્દુ-મુસ્લીમ) તરફ છે. ઈરાદો મહત્વનો છે, તેને સ્પષ્ટરૂપે સાંભળો, મારા અનેક મુસ્લિમ મિત્રો છે, જે દિવસ રાત મારી મદદ કરે છે, ધર્મ નહીં, ઈરાદો મહત્વનો છે.


Related News

Loading...
Advertisement