સીટી ડીસ્પેન્સરીની જગ્યામાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

03 December 2020 04:11 PM
Jamnagar
  • સીટી ડીસ્પેન્સરીની જગ્યામાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

દબાણ દૂર થતા મીની હોસ્પિટલ બનવાનો માર્ગ મોકળો બન્યો: ટૂંક સમયમાં હોસ્પિટલનું ખાતમુર્હુત કરાશે

જામનગર તા.3:
જામનગર શહેર મધ્યમાં સજુબા ગર્લ્સ હાઇસ્કુલ સામે આવેલી જુની સીટી ડીસ્પેન્સરીવાળી જગ્યા પર છેલ્લા ઘણા સમયથી અનઅધિકુત રીતે દબાણ કરવામાં આવ્યું હતું અને ભંગારનો વાડો બનાવી દેવામાં આવ્યો હતો, તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જનરલ બોર્ડમાં ઠરાવ કરી આ જગ્યા પર લાલ પરિવારના ટ્રસ્ટ સાથે સહયોગમાં મીની ડીસ્પેન્સરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જામનગરની મોકાની જગ્યા પર છેલ્લા ઘણા સમયથી કબ્જો કરી લીધેલા લોકોને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તગેડી મુકવામાં આવ્યા હતા અને સીટી ડીસ્પેન્સરીની જગ્યા પર બની ગયેલી કેબીનોને તોડી પાડવામાં આવી હતી. જે રીતે ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે તે જો તો આગામી દિવસોમાં આ જગ્યા પર સીટી મીની હોસ્પિટલ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે અને હવે ટૂંક સમયમાં આ જગ્યા ઉપર હોસ્પિટલનું ખાતમુર્હુત કરવામાં આવે તે દિવસો દૂર નથી, આ હોસ્પિટલનું નિર્માણ થતા જામનગરની ગુરૂગોવિંદસીંગ હોસ્પિટલ પરનું ભારણ ઘટી જવા પામશે.


Loading...
Advertisement