જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કપાસ-મગફળીની ધૂમ આવક

03 December 2020 03:55 PM
Jamnagar
  • જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કપાસ-મગફળીની ધૂમ આવક

મગફળીના વાહનોની એક કિ.મી. સુધી કતાર લાગી

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર,તા. 3
જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી તેમજ કપાસની હાલ ધૂમ આવક થઇ રહી છે. મગફળી વેચવા માટે 1 કિ.મી. સુધી વાહનોની લાઈન લાગી રહી છે. ગઇકાલે 12 કલાકમાં 60 હજાર ગુણી મગફળીની આવક થવા પામેલ છે તેમજ કપાસની પણ ધૂમ આવક થઇ રહી છે. કપાસ અને મગફળી બંનેના ભાવ ખેડૂતોને મણના 1100થી 1200 જેટલા સારા એવા ભાવ મળી રહ્યા છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર તેમજ પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયાના પ્રયાસથી યાર્ડનો સતત વિકાસ થઇ રહ્યો છે અને ખેડૂત તથા વેપારીઓની સુવિધામાં સતત વધારો કરી રહ્યા હોય યાર્ડમાં વિવિધ પંથકોમાંથી ખેડૂતો જણસી વેચવા માટે આવી રહેલ છે. ત્યારે યાર્ડના પ્રમુખ દેવાભાઈ પરમાર અને ડીરેક્ટરોની આખી પેનલ દ્વારા તથા યાર્ડના તમામ કર્મચારી દ્વારા મગફળી કપાસ જણસી વેચવા આવતા વાહનો અને ખેડૂતોને કોઇ મુશ્કેલી કે અગવડતા ઉભી ન થાય તેવા પ્રયાસો સંકલન કરી સુચારુ વ્યવસ્થા ઉભી કરેલ છે.


Loading...
Advertisement