નલીયામાં ફરી ઠંડી વધી : 12.6 ડિગ્રી

03 December 2020 01:28 PM
Rajkot Saurashtra
  • નલીયામાં ફરી ઠંડી વધી : 12.6 ડિગ્રી

રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, વેરાવળમાં ગુલાબી ઠંડીનો અનુભવ

રાજકોટ તા.3
કચ્છનાં નલીયા ખાતે આજે ફરી તાપમાનનો પારો ગગડતા અત્રે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અન્યત્ર સામાન્ય ઠંડી રહી હતી. નલીયા ખાતે આજે સવારે લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું. જયારે આજે સવારે રાજકોટમાં 1પ.પ ડિગ્રી અને કેશોદ ખાતે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.


આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 16.4, ડીસામાં 15.2, વડોદરામાં 16, સુરતમાં 18.2, ભાવનગરમાં 18, પોરબંદરમાં 18.2, વેરાવળમાં 20.3, દ્વારકામાં 21.7, ઓખામાં 22.8, ભૂજમાં 18.4 અને સુરેન્દ્રનગરમાં 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


આમ ઉપરોકત તમામ સ્થળોએ સામાન્ય ઠંડી રહેવા પામી હતી. આ ઉપરાંત આજે ન્યુ કંડલા ખાતે 17, કંડલા એરપોર્ટ ઉપર 1પ.6, અમરેલીમાં 16.8, ગાંધીનગરમાં 13.પ, મહુવામાં 14.9, દિવમાં 17, વલસાડમાં 13 અને વલ્લભવિદ્યાનગરમાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Related News

Loading...
Advertisement